Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેકફાસ્ટમાં ટ્રાય કરો ઓટ્સ ચીલાની ખૂબ જ સહેલી રેસિપી, ચાખતા જ તમારી ફેવરેટ બની જશે ડિશ

Oats Chilla
, ગુરુવાર, 22 મે 2025 (14:30 IST)
Oats Chilla
સવારનો નાસ્તો આરોગ્ય માટે ખાસ હોય છે. જો દિવસની શરૂઆત સારા નાસ્તાથી નથી થતી તો તમારા આખા દિવસ પર તેની અસર પડી શકે છે. આજે અમે તમને એક એવી હેલ્ધી ડિશ ની રેસીપી વિશે બતાવી રહ્યા છે જે ચાખતા જ તમારા દિલને ખુશ કરી દેશે. બ્રેકફાસ્ટ માટે ઓટ્સ ચીલા બનાવવા એક હેલ્ધી ઓપ્શન છે. આવો ઓટ્સ ચીલાની રેસીપી વિશે જાણીએ 
 
 
ઓટ્સ ચીલા બનાવવા માટેની સામગ્રી
1  કપ ઓટ્સ
 
1/4  કપ મસૂર (મૂંગ અથવા ચણાની દાળ)
 
1  નાની ડુંગળી (બારીક સમારેલી)
 
1  લીલું મરચું (બારીક સમારેલું)
 
1  ટામેટા (બારીક સમારેલા)
 
2  ચમચી આદુ-લસણની પેસ્ટ (સ્વાદ મુજબ)
 
લીલા ધાણા (બારીક સમારેલા)
 
1 /2  ચમચી હળદર પાવડર
 
1/2 ચમચી લાલ મરચું પાવડર
 
સ્વાદ પ્રમાણે મીઠું
 
અને પાણી
 
તેલ (પેનકેક તળવા માટે)
 
સ્ટેપ 1 -  ઓટ્સ અને દાળને મિક્સરમાં નાખીને જાડુ દળી લો મતલબ આને બહુ ઝીણુ નથી કરવાનુ.  
 
સ્ટેપ - 2 વાટેલા ઓટ્સમાં થોડુ થોડુ પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ બનાવો. આ મિશ્રણમાં બધા મસાલા અને કાપેલી શાકભાજીઓ મિક્સ કરો  
 
સ્ટેપ 3- ઓટ્સ સારી રીતે ફૂલી જાય તે માટે મિશ્રણ ને 10-15 મિનિટ માટે બાજુ પર રાખો.
 
સ્ટેપ 4- ગેસ ચાલુ કરો, એક નોન-સ્ટીક પેન ગરમ કરો અને થોડું તેલ ઉમેરો. પેનમાં બેટર ફેલાવો અને પાતળી પરત બનાવો.
 
સ્ટેપ 5 - તેને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી સેકો અને તમારો સ્વાદિષ્ટ-સ્વસ્થ ઓટ્સ ચીલા તૈયાર થઈ જશે.
 
સ્વાદિષ્ટ અને સાથે હેલ્ધી પણ
ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ ખાવાથી તમારા શરીરને સારી માત્રામાં પ્રોટીન પણ મળે છે. જો તમે સવારે એક વાર ઓટ્સ ચીલા ખાશો તો તમને જલ્દી ભૂખ નહીં લાગે. તમે ઓટ્સ ચીલાને પણ સરળતાથી પચાવી શકો છો. તમે તેના પર ચાટ મસાલો ઉમેરીને પીરસી શકો છો. તેને લીલી ચટણી અથવા દહીં સાથે પણ પીરસી શકાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધાણાનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેનું સેવન કરવાની સાચી રીત