Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધન પર ભાઈને ખવડાવો કાજુ રોલ, ઘરે સરળતાથી બનાવવાની રીત

Kaju roll
કાજુ રોલ એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી મીઠાઈ છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે.

સામગ્રી

કાજુની લેયર માટે:
કાજુ પાઉડર – 2 કપ
પાઉડર ખાંડ – ¾ કપ
દૂધ – 2-3 ટેબલસ્પૂન
ઘી – 1 ચમચી
એલચી પાઉડર – ½ ચમચી
 
ફિલિંગ માટે:
માવો – ½ કપ
પાઉડર ખાંડ – 2 ટેબલસ્પૂન

બનાવવાની રીત

સૌપ્રથમ કાજુને મિક્સરમાં બારીક પીસીને કાજુ પાઉડર તૈયાર કરો. ધ્યાન રાખો કે કાજુમાંથી તેલ છૂટું ન પડે.
એક નોન-સ્ટિક પેનમાં કાજુ પાઉડર અને પાઉડર ખાંડ મિક્સ કરો.
તેમાં 2-3 ચમચી દૂધ ઉમેરીને ધીમા તાપે સતત હલાવતા રહો.
ALSO READ: રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ
મિશ્રણ ઘટ્ટ થઈને કણક જેવું થવા લાગે ત્યારે તેમાં ઘી અને એલચી પાઉડર ઉમેરો.
મિશ્રણ પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. થોડું ઠંડું થવા દો.
હવે ફિલિંગ બનાવવા માટે એક પેનમાં માવો, ખાંડ, કેસર અને એલચી પાઉડર નાખીને 2-3 મિનિટ શેકો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
કાજુનું મિશ્રણ બટર પેપર પર મૂકી હળવા હાથે વણીને પાતળી ચાદર બનાવો.
તેના પર માવાનું ફિલિંગ સરખું ફેલાવો.
હવે તેને ધીમેથી રોલ કરી લો અને થોડો સમય સેટ થવા દો.
રોલ સેટ થઈ જાય પછી તેને નાના ટુકડામાં કાપી લો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂખ લાગતા પેટમાં કેમ આવે છે ગુડગુડનો અવાજ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટએ બનાવ્યુ આ કારણ