Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભૂખ લાગતા પેટમાં કેમ આવે છે ગુડગુડનો અવાજ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટએ બતાવ્યુ આ કારણ

Sound from stomach causes
જ્યારે તમારું પેટ ખાલી હોય અથવા તમને ખૂબ ભૂખ લાગી હોય ત્યારે તમે ઘણીવાર પેટમાંથી ગુડગુડનો  અવાજ આવતો સાંભળ્યો હશે. આ અવાજ પાચન પ્રક્રિયાનો એક સામાન્ય ભાગ છે અને ફક્ત ભૂખ લાગી હોય ત્યારે જ નહીં, પણ ગમે ત્યારે થઈ શકે છે. તબીબી રીતે  તે  બોર્બોરીગ્મી તરીકે ઓળખાય છે, આ અવાજો પેટ અને આંતરડા દ્વારા ગેસ, પ્રવાહી અને પાચન સામગ્રીની હિલચાલને કારણે થાય છે.

 
ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. નિધિરાજ ચૌહાણ (કન્સલ્ટન્ટ, ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલ, ફરીદાબાદ) એ સમજાવ્યું કે પાચન પ્રક્રિયાના વિવિધ તબક્કા હોય છે જેમાં પેટમાં અવાજો થઈ શકે છે.  જો કે સામાન્ય રીતે તે   હાનિકારક હોતા નથી પણ  જો આ સતત પેટના અવાજો સાથે અન્ય કોઈ પાચન લક્ષણો દેખાય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
 

પેટમાં ગુડગુડ  કેમ થાય છે?

 
પાચનતંત્રની અંદરની ઘણી પ્રક્રિયાઓ પેટમાં પરિચિત ગુડગુડના  અવાજનું કારણ બની શકે છે. ડૉક્ટરે કેટલાક મુખ્ય કારણો સમજાવ્યા.
 
આંતરડાની સફાઈ - પેટ ખાલી થયાના લગભગ 90 થી 120 મિનિટ પછી પાચનતંત્ર માઈગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ  (MMC) ને સક્રિય કરી શકે છે. આ સમય દરમિયાન થનારુ કોંટ્રેક્શન પાચનતંત્રમાં બચેલા  ખોરાકના કણો, બેક્ટેરિયા અને ડેડ સેલ્સને આગળ ધપાવવામાં મદદ કરે છે. જેમ જેમ પેટમાં ખોરાકનું પ્રમાણ ઘટે છે, હવા અને પ્રવાહી ને કારણે અવાજ આવવા માંડે છે.  જેને કારણે  ભૂખ સાથે સંકળાયેલા  ગડગડાટ સ્પષ્ટ સંંભળાય છે.
 
પાચન ક્રિયા પણ એક કારણ  - જો ખાધા પછી પણ પેટમાં અવાજ ચાલુ રહે છે,   સ્નાયુઓના સંકોચનને  જેને પેરિસ્ટાલિસિસ કહેવાય છે, જે સતત ખોરાકને ભેળવે છે અને પાચનતંત્રને આગળ વધારે છે.  જ્યારે ભારે ખોરાક, ડાજેસ્ટિવ ફુડ અને એયર આંતરડામાંથી પ સઆર થાય છે ત્યારે તે ગુડગુડ અને ગરગર જેવી અવાજ ઉત્પન્ન કરે છે.   તેથી, ખાધા પછી આ અવાજો સાંભળવાથી ચિંતાનું કારણ નથી.
 
 ગળેલી હવા અને ગેસ પણ કરે છે અવાજ  - દિવસભર ગળી ગયેલી હવાનું પ્રમાણ પણ પેટના અવાજોને અસર કરી શકે છે. ઝડપથી ખાવાની ટેવ, ચ્યુગમ ચાવવાથી અથવા સ્ટ્રો દ્વારા પીવાથી વ્યક્તિ વધુ હવા ગળી શકે છે. બીજી બાજુ આંતરડામાં રહેલા બેક્ટેરિયા કાર્બોહાઈટ્રેટના નેચરલ ફર્મેટેશનથી પણ ગેસ બને છે. જ્યારે આ ગેસના પરપોટા આંતરડામાં પસાર થાય છે ત્યારે પેટમાંથી આવનારા અવાજ તેજ થઈ શકે છે. 
 
તણાવ આંતરડાના કાર્યને બગાડી શકે છે. પાચનતંત્ર અને મગજ એકબીજા સાથે જોડાયેલા છે. આને ગટ-બ્રેન એક્સિસ કહેવામાં  આવે છે. ડૉ. ચૌહાણના મતે, તણાવ અને ચિંતા આંતરડાની પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે, જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આનાથી પેટમાં થતી ગુડગુડની અવાજ  અથવા અન્ય અવાજો વધુ સંભળાય છે.

 
ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો: મોટાભાગના કિસ્સાઓમાં, પેટમાં ગુડગુડ  સામાન્ય પાચન પ્રક્રિયાનો ભાગ છે. જો કે, જો સતત પેટ ની અવાજ  સાથે પેટમાં તીવ્ર દુખાવો, સતત પેટનું ફૂલવું, ઉબકા અથવા આંતરડાની આદતોમાં ફેરફાર જેવા લક્ષણો હોય, તો તેને અવગણવું જોઈએ નહીં. કેટલીકવાર આ લક્ષણો પાચનતંત્રમાં સમસ્યા સૂચવી શકે છે, જેમ કે પોષક તત્વોનું નબળું પડ્વુ કે પોષણ અને આંતરડાની ગતિમાં ખલેલ પડવો. આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ