Publish Date: Thu, 20 Aug 2026 (16:48 IST)
Updated Date: Thu, 20 Aug 2026 (18:27 IST)
રક્ષાબંધનના ખાસ અવસર પર ઘરે જ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવી હોય તો નાળિયેર-માવા લાડુ એકદમ પરફેક્ટ છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર પર આ લાડુથી મોં મીઠું કરાવો.
સામગ્રી
છીણેલું તાજું નાળિયેર – 2 કપ
માવો – 1 કપ
ખાંડ – ¾ કપ
દૂધ – 2-3 ચમચી
એલચી પાવડર – ½ ચમચી
કાજુ-બદામ – 2 ચમચી
ઘી – 1 ચમચી
કેસર – થોડા તાંતણા
બનાવવાની રીત
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં છીણેલું નાળિયેર ઉમેરો.
નાળિયેરને ધીમા તાપે 3-4 મિનિટ સુધી શેકો. ધ્યાન રાખો કે તેનો રંગ બદલાય નહીં.
હવે તેમાં માવો ઉમેરો અને સતત હલાવતા 4-5 મિનિટ સુધી પકાવો.
ત્યારબાદ ખાંડ અને થોડું દૂધ ઉમેરીને મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર, કેસર અને સમારેલા કાજુ-બદામ ઉમેરો.
મિશ્રણ કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દો.
હાથમાં થોડું ઘી લગાવીને મિશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.
ઈચ્છા હોય તો લાડુને ઉપરથી નાળિયેરના છીણ અથવા કાજુથી સજાવો.