Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવસારી-વલસાડમાં જળબંબાકાર, સુરતમાં ભૂકંપનો ઝાટકો: સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ

surat earthquake
surat earthquake

Surat Rain Earthquake : દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વલસાડ, વાપી અને નવસારી જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. વલસાડના ઉમરગામમાં રેકોર્ડબ્રેક વરસાદ ખાબકતા મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
 
નવસારી જિલ્લામાં પણ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થતાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પૂરના પાણી અનેક સોસાયટીઓ અને વેપારી દુકાનોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બીલીમોરા અને કાછીયાવાડી જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે NDRF ની ટીમ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે
 
નવસારીમાં પણ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલીક સોસાયટીઓ અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 
આવી કટોકટીભરી સ્થિતિ વચ્ચે સુરતમાં ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં કુદરતી આફતોને લઈને નાગરિકોની ચિંતામાં બેવડો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રાથમિક માહિતી મુજબ આ આંચકાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. એકતરફ પૂર અને બીજીતરફ ભૂકંપ જેવા બેવડા સંકટને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર અડધી સદી: પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે ભારતનો 7 વિકેટે વિજય