Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર - હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં પડશે વરસાદ ?

rain navratri
, શનિવાર, 27 સપ્ટેમ્બર 2025 (09:14 IST)
rain navratri
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ તેને લગભગ અઠવાડિયું થઈ ગયું છે, છતાં રાજ્યમાં કેટલાય જિલ્લામાં રોજ વરસાદ પડે છે અને હજુ ચાર દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે જેમાં ડાંગ-આહવામાં 0.39 ઇંચ, ભાવનગરના તળાજામાં 0.39 ઇંચ અને ડાંગના વઘઈમાં 0.35 ઇંચ વરસાદ પડ્યો છે.
 
આ ઉપરાંત કચ્છના માંડવી, સુરેન્દ્રનગરના ચોટીલા, વલસાડના પારડી, તાપીના સોનગઢ, અમરેલીના લીલિયા, ભાવનગરના જેસરમાં પણ 0.12 ઇંચથી 0.24 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝાપટાં પડ્યાં છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ વ્યાપક વરસાદ છે.
 
હાલ નવરાત્રી ચાલી રહી છે અને ખેલૈયા મનમુકીને ગરબે ધૂમી રહ્યા છે. પણ હવે કદાચ તેમના રંગમાં ભંગ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી ખૈલેયાઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં યલો એલર્ટ કર્યું છે. 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની શક્યતા છે. આવતીકાલે 28 સપ્ટેમ્બરના રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગ મુજબ 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેમજ હાલ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવા પામી છે. જે ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી આજે રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે.
 
અમદાવાદસ્થિત હવામાન વિભાગના આંકડા પ્રમાણે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આ ઉપરાંત બંગાળની ખાડી ઉપર પણ અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન છે, તે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
 
ગુજરાતમાં નવરાત્રીમાં ક્યા-ક્યાં પડશે વરસાદ ?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 27 સપ્ટેમ્બર, શનિવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
તેની સાથે સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
 
28 સપ્ટેમ્બર, રવિવારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
 
રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અન દીવમાં છૂટાંછવાયાં સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને રોમાંચક મેચ જીતી