Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું

Arvind Ladani
, બુધવાર, 6 માર્ચ 2024 (17:30 IST)
ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના પાંચ દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આજે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષના બંગલે પહોંચીને રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર હતા. સૌરાષ્ટ્રના વધુ એક નેતા ભાજપમાં જોડાશે. બીજી તરફ મહુઆના કોંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયાએ આજે ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. જેથી તેઓ પણ કેસરીયા કરશે. 
 
અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીક મનાય છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયાના નજીકના માનવામાં આવે છે. તેમને ભાજપમાં જોડાવવા અર્જુન મોઢવાડિયાએ એપ્રોચ કર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.અરવિંદ લાડાણી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં એટલે કે 2019ની પેટાચૂંટણીમાં ભાજપના તત્કાલીન મંત્રી જવાહર ચાવડા સામે પહેલીવાર ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમનો જવાહર ચાવડા સામે 9000 મતથી પરાજય થયો હતો. જોકે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા 2022માં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને ટિકિટ આપવામાં આવી હતી. 
 
બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે
તેમણે આ વિશ્વાસ પર ખરા ઊતરી તેમના પરિવારનું કોઈપણ જાતનું રાજકીય કનેક્શન ન હોવા છતાં તેમણે પેથલજી ચાવડાનો રાજકીય વારસો ધરાવતા ભાજપના જવાહર ચાવડાને પરાજિત કર્યા હતા. લાડાણી 1989માં સૌપ્રથમવાર કોડવાવ ગામના સરપંચપદે ચૂંટાયા હતાં. છેલ્લાં 34 વર્ષથી તેમના ગામમાં પોતાના જ ગ્રૂપના માણસ સરપંચ બને છે. લાડાણી બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, આ ઉપરાંત માણાવદર તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં બે વખત પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 1995થી તેમના કોડવાવ ગામની સહકારી મંડળી અને કેળવણી મંડળ કોડવાવના પ્રમુખ છે. તેમણે સમાજસેવા કરવા માટે આજસુધી લગ્ન નથી કર્યા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુહાગરાત પહેલા જ દુલ્હનનું મોટું કાંડ, જાણો સમગ્ર મામલો