Vijaya Ekadashi Upay: 6મી માર્ચ 2024 બુધવાર છે એટલે કે આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે, જેને વિજયા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અગિયારસ વિજય અપાવનારી છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે, તમને ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી. દરેક એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનુ વિધાન છે.
વિજયા એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપાય
- જો તમે તમારા અભ્યાસના સ્તરને ઉંચુ ઉઠાવવા માંગો છો તો આજના દિવસે તમારે વિદ્યા યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ માટે તમે ઘાતુ પર બનેલ યંત્ર પણ લઈ શકો છો કે પછી ચાહો તો ઘર પર યંત્રનુ નિર્માણ કરીને તેની સ્થાપના કરી શકો છો. આ માટે તમારે એક ભોજપત્ર, દાડમની કલમ અને અષ્ટગંધની જરૂર પડશે. પણ જો તમે આ બધી વસ્તુઓ ન મેળવી શકો તો એક સફેદ કોરા કાગળ પર લાલ પેન કે શ્યાહીથી પણ યંત્ર બનાવી શકો છો. યંત્ર બનાવવા માટે સૌ પહેલા ભોજપત્ર કે સફેદ કાગળ પર એક વર્ગ બનાવો. પછી તેમા ત્રણ-ત્રણની સંખ્યામાં ત્રણ કોલમ બનાવો. હવે આ કોલમને ડાબી બાજુના ક્રમથી 11, 1 અને 8 લખો. પછી બીજી કોલમમાં ડાબેથી જમણી બાજુ 4, 7 અને 9 લખો અને વિધિપૂર્વક ધૂપ દીપ પુષ્પ વગેરેથી પૂજા કરો. હવે આને તમારા ઘરમાં યોગ્ય સ્થાન પર મુકી દો. તેનાથી વધુ સારુ રહેશે કે તમે તેને તાવીજમાં ભરીન એ ગળામાં ધારણ કરી લો. આજે વિજયા એકાદશીના દિવસે આવુ કરવાથી તમારા અભ્યાસનુ સ્તર ઉંચુ ઉઠેલુ રહેશે.
- જો તમે તમારા ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને પીપળના ઝાડને જળ ચઢાવો અને હાથ જોડીને નમસ્કાર કરો. આજે વિજયા એકાદશી પર આટલુ કરશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
- જો તમે કોઈ બાબતમાં મૂંઝવણમાં હોવ તો આજે વિજયા એકાદશીના દિવસે એકાદશીનું વ્રત રાખો અને ધૂપ, દીપ, ચંદન વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરો, પરંતુ જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો કોઈ વાંધો નથી, પરંતુ સવારે સ્નાન કર્યા પછી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને, તમારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આજે વિજયા એકાદશી પર આવું કરવાથી તમારી બધી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે.
- જો તમને કોઈ કામમાં સતત નિષ્ફળતા મળી રહી છે તો આજે વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને ઘરના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પૂર્વ દિશાની સારી રીતે સફાઈ કરીને ત્યા જવના દાણા પાથરીને તેના પર માટીનો કળશ પાણી ભરીને મુકવો જોઈએ અને તેમા થોડો દુર્વો નાખવો જોઈએ. આ માટીના કળશને ઢાંકીને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ મુકો અને ભગવાનને વિધિપૂર્વક પૂજા કરો. જ્યારે પૂજા સંપૂર્ણ થઈ જાય તો મૂર્તિ સહિત કળશને કોઈ મંદિરમાં દાન કરી દો અને બાકી ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીને પાણીમાં પ્રવાહિત કરી દો કે પછી પીપળાના ઝાડ પાસે મુકી દો. આજે વિજયા એકાદશીના દિવસે આવુ કરવાથી તમને જે કામમાં સતત નિષ્ફળતા મળી રહી છે તેમા સફળતા મળશે.
Edited by - Kalyani Deshmukh