Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ હોય છે Waqf, કેમ આ બિલ લાવી રહી છે મોદી સરકાર, કેમ મુસ્લિમ કરી રહ્યા છે વિરોધ, જાણો Waqf Bill ની પૂરી સ્ટોરી

Webdunia
બુધવાર, 2 એપ્રિલ 2025 (17:59 IST)
Waqf Bill
જાણો છો શુ છે વક્ફ બિલ, શુ હોય છે તેનો મતલબ, ક્યાથી આવ્યો શબ્દ અને મુસ્લિમ કેમ આ બિલનો વિરોધ કરી રહ્યા છે.  બીજી બાજુ સમજે છે કે છેવટે કેમ સરકાર આ બિલ લાવી રહી છે અને તેનાથી કોને ફાયદો કે નુકશાન થશે.  
 
રાજ્ય સરકારોની શક્તિઓ વધી જશે - ઉલ્લેખનીય છે કે આ બિલ સંસદમાંથી પાસ થઈ ગયુ તો આ કાયદો બની જશે.  નવા બિલના કાયદા બની ગયા પછી વક્ફની સંપત્તિનો વિવાદ ઉકેલાયા પછી વક્ફની સંપત્તિનો વિવાદ ઉકેલવામાં હવે રાજ્ય સરકારોને પહેલાથી વધુ શક્તિઓ મળશે. જોકે પ્રસ્તાવિત કાયદાની અસર જૂની મસ્જિદો, દરગાહ કે મુસલમાનોના ધાર્મિક સંસ્થાનો પર નહી પડે.  પરંતુ બિલમાં કરવામાં આવેલા પરિવર્તનોમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યામા  વધારો થઈ શકે છે. વક્ફ બોર્ડના પદના સભ્યો ઉપરાંત હવે બોર્ડમાં બે ગૈર મુસ્લિમ નિમણૂક પણ અનિવાર્ય થશે.  
 
શુ છે નવુ વક્ફ બિલ - વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે પોતાના સહયોગી દળોની માંગને સ્વીકારતા નવા બિલમાં અનેક પરિવર્તન કર્યા છે. જેવી કે 5 વર્ષ સુધી ઈસ્લામ ધર્મનુ પાલન કરનારા જ વક્ફને પોતાની સંપત્તિ દાન કરી શકશે.  દાન કરવામાં આવનારી સંપત્તિ સાથે જોડાયેલ કોઈ વિવાદ થતા થતા તેની તપાસ પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.  આ સાથે જ જૂના કાયદાની ધારા 11માં સંશોધન ને પણ સ્વીકાર કરવામાં આવ્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે વક્ફ બોર્ડના પદસ્થ સભ્ય ચાહે તો તે મુસ્લિમ હોય કે ગૈર મુસ્લિમ તેને ગૈર મુસ્લિમ સભ્યોની ગણતરી મા સામેલ નહી કરવામાં આવે. આનો અર્થ એ કે વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યા વધી શકે છે.  
 
વક્ફનો મતલબ શુ છે - ઉલ્લેખનીય છે કે વક્ફ અરબી ભાષાના વકુફા શબ્દથી બન્યો છે. જેનો અર્થ થાય છે રોકાવવુ.  કાયદાકીય શબ્દોમા સમજવાની કોશિશ કરો તો વક્ફ તેને કહે છે  ઈસ્લામમાં કોઈ વ્યક્તિ જ્યારે ધાર્મિક કારણોથી કે ઈશ્વરના નામ પર પોતાની પ્રોપર્ટી દાન કરે છે તો તે પ્રોપર્ટીને ને વક્ફ કરી દેવુ કે રોકી દેવુ કહે છે.  પછી  વકિફા કહેવાય છે.  
 
શુ આ સંપત્તિ વેચી શકાય છે - ઉલ્લેખનીય છે કે વકિફા દ્વારા દાન કરવામાં આવેલ આ સમ્પતિને વેચી શકાતી નથી. તેનો ઉપયોગ ધર્મ ઉપરાંત કોઈ અન્ય હેતુ માટે નથી કરી શકાતો.  એવુ કહેવાય છેકે મુસ્લિમ ધર્મગુરૂ પૈગબર મોહમ્મદના સમયમાં 600 ખજૂરના ઝાડનુ એક બાગ સૌથી પહેલા વક્ફ કરવામાં આવ્યુ હતુ અને તેનાથી થનારી કમાણીથી મદીનાના ગરીબોને મદદ કરવામાં આવતી હતી.   
 
કયારે બન્યો હતો વક્ફ એક્ટ - ભારતમાં વક્ફનો ઈતિહાસ ખૂબ જુનો છે. તેના ઈતિહાસ 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાયેલો છે અને ભારતમાં આઝાદી પછી 1954માં પહેલીવાર વક્ફ એક્ટ બન્યો હતો અને પછી વર્ષ 1995મા આ એક્ટમાં આ એક્ટમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. પછી નવો વક્ફ એક્ટ બન્યો જેમા વર્ષ 2013માં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા.  

2024માં લોકસભામાં વક્ફ એક્ટમાં સંશોધન - વર્ષ 2013 પછી 8 ઓગસ્ટ 2024ના લોકસભામાં વક્ફ એક્ટમાં સંશોધન કરીનવુ વક્ફ બિલ રજુ કરવામાં આવ્યુ જેના વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. વિરોધ બાદ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને તેને સાંસદની જેપીસીને મોકલવામાં આવ્યુ. જેના પર ચર્ચા થઈ અને 27 જાન્યુઆરી 2025 ના રોજ જેપીસીએ બિલના ડ્રાફ્ટને મંજુરી આપીને સુજાવેલ 14 સંશોધનોને સ્વીકારી લીધા. ત્યારબાદ 13 ફેબ્રુઆરી 2025 ના રોજ જેપીસીની રિપોર્ટ સંસદમાં રજુ કરવામાં આવી.  19 ફેબ્રુઆરી 2025 ના રોજ કેબિનેટની બેઠકમાં વક્ફના સંશોધિત બિલને મંજુરી મળી ગઈ અને હવે આજે એટલે કે 2 જાન્યુઆરીના રોજ આ બિલ સંસદમાં રજુ થયુ. જેના પર 8 કલાકની ચર્ચા પછી તેના પર વોટિંગ થશે.  
 
120 અરજીઓમાં જેમા બતાવી ગઈ હતી બિલમાં ખામીઓ - 
 
બિલમાં ખામીઓ દર્શાવતી ૧૨૦ અરજીઓ: ૨૦૨૨ થી અત્યાર સુધીમાં, દેશની વિવિધ હાઈકોર્ટમાં વકફ કાયદાને લગતી લગભગ ૧૨૦ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં હાલના વકફ કાયદામાં ઘણી ખામીઓ દર્શાવવામાં આવી હતી. આમાંથી લગભગ 15 અરજીઓ મુસ્લિમોની છે, જેમાં સૌથી મોટી દલીલ એ હતી કે કાયદાની કલમ 40 મુજબ, વકફ કોઈપણ મિલકતને પોતાની મિલકત જાહેર કરી શકે છે. આની વિરુદ્ધ કોઈપણ ફરિયાદ ફક્ત વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલમાં જ કરી શકાય છે અને આ અંગે અંતિમ નિર્ણય ફક્ત ટ્રિબ્યુનલ દ્વારા જ લેવામાં આવશે. સામાન્ય લોકો માટે વક્ફ જેવી શક્તિશાળી સંસ્થાના નિર્ણયને કોર્ટમાં પડકારવો સરળ નથી.
 
સરકારનો શું છે દલીલ:
બિલ પર, કેન્દ્ર સરકારનું કહેવું છે કે 2006 ના જસ્ટિસ સચ્ચર સમિતિના અહેવાલની ભલામણોના આધારે કાયદામાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 8 ઓગસ્ટના રોજ લોકસભામાં બિલ રજૂ કરતી વખતે, સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આ બિલનો હેતુ ધાર્મિક સંસ્થાઓના કામકાજમાં દખલ કરવાનો નથી. મુસ્લિમ મહિલાઓ અને પછાત મુસ્લિમોને વક્ફ બોર્ડમાં હિસ્સો આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. વકફ મિલકતો સંબંધિત વિવાદોનો 6 મહિનાની અંદર ઉકેલ લાવવાની જોગવાઈ છે. આનાથી વક્ફમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉકેલાશે.
 
અરજીઓની 5 મુખ્ય માંગણીઓ શું છે?
 
અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં મુસ્લિમો, જૈનો, શીખો જેવા તમામ લઘુમતીઓના ચેરિટેબલ ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ માટે એક જ કાયદો હોવો જોઈએ.
ધાર્મિક આધાર પર કોઈ ટ્રિબ્યુનલ ન હોવી જોઈએ. વકફ મિલકતો પર નિર્ણયો વકફ ટ્રિબ્યુનલ દ્વારા નહીં પણ નાગરિક કાયદા અનુસાર લેવા જોઈએ.
વકફ બોર્ડના સભ્યો જે ગેરકાયદેસર રીતે વકફ જમીન વેચે છે તેમને સજા થવી જોઈએ.
સરકાર મસ્જિદોમાંથી કંઈ કમાતી નથી, જોકે તે વકફ અધિકારીઓને પગાર આપે છે. તેથી, વકફના નાણાકીય બાબતો પર નિયંત્રણ લાવવું જોઈએ.
મુસ્લિમ સમુદાયના વિવિધ વર્ગો એટલે કે શિયા, બોહરા મુસ્લિમ અને મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ થવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments