Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Waqf Amendment Bill Live Update - વક્ફ બિલ કોઈ ધર્મ વિરુદ્ધ નથી, આ ફક્ત સંપત્તિની વ્યવસ્થાનો મામલો

Waqf Amendment Bill
, બુધવાર, 2 એપ્રિલ 2025 (12:21 IST)
Waqf Amendment Bill
Waqf Amendment Bill Live Update:   લોકસભામાં આજે બપોરે 12 વાગે વક્ફ સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ આ બિલને લોકસભામાં રજુ કરશે. આ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. પણ સરકારે કહ્યુ કે જો સદન સમિતિની સહમતિ હશે તો સમય વધારી પણ શકાય છે.  સરકાર તરફથી આજે જ ચર્ચાનો જવાબ પણ આપવામાં આવશે. બીજી બાજુ સત્તારૂઢ દળ બીજેપીએ પોતાના બધા સાંસદો માટે વ્હિપ રજુ કરી આજે સદનમાં હાજર રહેવા કહ્યુ છે. આ જ રીતે TDP અને JDU એ પોતાન આ સાંસદોને વ્હિપ રજુ કરી દીધી છે. બીજી બાજુ વક્ફ બિલનો વિરોધ કરવા માટે વિપક્ષ પણ ગતિશીલ  છે. 
 
નીતિશ કુમારને ધર્મનિરપેક્ષની પરિભાષા કોંગ્રેસ પાસેથી   સમજવાની જરૂર નથી - લલન સિંહ 
વક્ફ સંશોધન બીલ પર કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે કહ્યુ સંસદમાં અમે લોકો બતાવીશુ કે વક્ફ પર JDU નો શુ વિચાર છે.JDU અને નીતીશ કુમારને ધર્મનિરપેક્ષની પરિભાષા કોંગ્રેસ પાસેથી સમજવાની જરૂર નથી.  
 
મુસલમાનો પર આનાથી મોટો જુલ્મ નહી - ઈમરાન મસૂદ 
કોંગ્રેસ નેતા ઈમરાન મસૂદે કહ્યુ કે હવે મુસલમાનોની પ્રોપર્ટી છેનવાનુ કામ થશે. મુસલમાનો પર આનાથી મોટો જુલ્મ નથી. ઈમરાન મસૂદે કહ્યુ કે આ બિલ પાસ થવાથી મુસલમાનોની સંપત્તિઓ પર બુલડોઝર ચાલશે. 
 
કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ ચર્ચા કરશે 
કોંગ્રેસ પાર્ટીને ચર્ચા માટે 90 મિનિટ મળવાની શક્યતા છે. પાર્ટીની તરફથી કુલ 7 નેતા બોલશે. ગૌરવ ગોગોઈ ચર્ચાને શરૂઆત કરશે. 
 
સરકારના પક્ષમાં મતદાન થવાનુ છે - રાજીવ રંજન પ્રસાદ 
JD(U) નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યુ, જ્યા સુધી JDU નો સવાલ છે,  JPC ની બેઠક દરમિયાન વક્ફ સુધારા બિલને લઈને જે સલાહ આપવામાં આવી હતી તેમાથી મોટાભાગને સામેલ કરવાની સૂચના છે. તેથી પાર્ટી તરફથી સાંસદોને વ્હીપ રજુ કરવામાં આવ્યુ છે કે સંસદની કાર્યવાહી દરમિયાન સદનમાં રહેવાનુ છે અને સરકારના પક્ષમાં મતદાન કરવાનુ છે.  
 
સરકારના પક્ષમાં મતદાન કરવુ છે - રાજીવ રંજન પ્રસાદ 
JD(U)નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યુ - જ્યા સુધી JDU નો સવાલ છે, JPC ની બેઠકો દરમિયાન વક્ફ સંશોધન બિલને લઈને  કેટલાક સુચનો અપવામં આવ્યા હત અજેમાથી મોટાભાગન સામેલ્કરવાની સૂચના છે.  તેથી પાર્ટીની તરફથી સાંસદોને વ્હીપ રજુ કરવામાં આવ્યા છે કે સંસદની કાર્યવાહી દરમિયાન સદનમાં રહેવાનુ છે અને સરકારના પક્ષમાં મતદાન કરવાનુ છે. 
 
કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા ઈમરાન પ્રતાપગઢી 
કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી આજે લોકસભામાં રજૂ થનાર વકફ સુધારા બિલના વિરોધમાં કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા હતા.
 

01:13 PM, 2nd Apr
આ કોઈની જમીન છીનવાનો કાયદો નથી - રિજિજૂ 
કિરેન રિજિજૂએ કહ્યુ કે વક્ફનો મામલો ધાર્મિક વ્યવસ્થા સાથે જોડાયો નથી. આ પ્રોપર્ટીના સંરક્ષણનો મામલો છે. સરકાર ઈચ્છે છેકે વક્ફ બોર્ડનુ મેનેજમેંટ સુચારુ રૂપથી ચાલે. જે પ્રોપર્ટી રજીસ્ટેર્ડ છે તેમા કોઈ હસ્તક્ષેપ નહી થાય. કોઈની જમીન છીનવાનો કાયદો નથી. 
 
નવા સંશોધનોની જરૂર કેમ પડી ?
કિરન રિજિજુએ કહ્યુ કે યૂપીએ સરકારે વક્ફ કાયદામાં ફેરફારો દ્વારા તેને અન્ય કાયદાથી ઉપર કરી દીધુ હતુ, તેથી નવા સુધારની જરૂર પડી. 
 
દુનિયામાં સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે - રિજિજૂ 
કિરન રિજિજુએ કહ્યુ કે દુનિયામાં સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે છતા પણ અમારા મુસલમન ગરીબ કેમ છે. કેમ મુસલમાન અભ્યાસથી વંચિત છે. કેમ તેમની પાસે રોજગાર નથી ? ધર્મ જાતિથી બહાર ઉતરીને દિલથી વિચારો.  સદીઓ સુધી દેશ યાદ રાખશે કે કયા લોકો આ બિલનુ સમર્થન કરી રહ્યા હ તા અને કયા લોકો વિરોધમાં ઉભા હતા. ગરીબ મુસલમાનો માટે વક્ફમાં સંશોધન કરવુ પડશે. 

12:43 PM, 2nd Apr
 
મસ્જિદોના મેનેજમેંટ પર દખલ નહી - કિરણ રિજિજૂ 
કિરણ રિજિજુએ વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યુ કે સરકાર કોઈપણ ધર્મમાં હસ્તક્ષેપ કરવા નથી માંગતી, અમે મસ્જિદોના મેનેજમેંટમાં દખલ કરવા નથી માંગતા.  

12:38 PM, 2nd Apr
સંસદની બિલ્ડિંગ પર પણ વક્ફે ક્લેમ કર્યો - રિજિજુ 
કિરેન રિજિજૂએ પોતાના ભાષણ દરમિયાન કેટલાક જૂના દસ્તાવેજોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સંસદની બિલ્ડિંગ પર પણ વક્ફે ક્લેમ કર્યો. જેના પર વિપક્ષની તરફથી આપત્તિ બતાવી. રિજિજુએ કહ્યુ કે હુ દસ્તાવેજોના આધાર પર કહી રહ્યો છુ. રિજિજુએ કહ્યુ કે જો યૂપીએની સરકાર કંટીન્યુ રહેતી તો લોકો ન જાણે કેટલી સંપત્તિ વક્ફને આપી દેતા.  

 
બિલના નામ પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે - કિરણ રિજિજુ 
કિરણ રિજિજૂએ કહ્યુ - અમે જુના બિલને સુધાર કરીને લાવી રહ્યા છે તો વિપક્ષને સમસ્યા થઈ રહી છે. તમે ખુલ્લા મનથી વિચારો. જે વસ્તુઓને આ બિલ સાથે કોઈ લેવા દેવા નથી એ વાતોને ઉઠાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.  

12:22 PM, 2nd Apr
કિરેન રિજિજૂએ વક્ફ સુધારા બિલ રજુ કર્યુ 
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વક્ફ સુધારા બિલ રજુ કર્યુ 

12:18 PM, 2nd Apr
 
નિયમો વિરુદ્ધ બિલ લાવવામાં આવી રહ્યુ છે - કોંગ્રેસ 
કોંગ્રેસના સાંસદ વેણુગોપાલે કહ્યુ કે સાંસદો પર વક્ફ સંશોધન બિલ વાંચવા માટે પુરતો સમય નથી આપવામાં આવ્યો. જેના પર લોકસભા સ્પીકરે કહ્યુ કે સૌને પૂરતો સમય આપવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે નિયમો વિરુદ્ધ વક્ફ સંશોધન બિલ લાવવાનો આરોપ લગાવ્યો. જેનો જવાબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો અને કહ્યુ કે નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી.  

થોડીવારમાં રજુ થશે વક્ફ સંશોધન બિલ  
લોકસભામાં થોડીવરમાં વક્ફ સંશોધન બિલ રજુ થશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂ આ બિલને સદન પટલ પર મુકશે. ચર્ચા માટે 8 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. 
 
અમારી પાર્ટી વિરોધ કરશે - અખિલેશ યાદવ 
વક્ફ સંશોધન બીલ 2024 આજે લોકસભામાં રજુ કરવા પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ, અમારી પાર્ટી તેનો વિરોધ કરશે. જે લોકો માટે આ બિલ લાવવામાં આવી રહ્યુ છે તેમની જ વાતોને મહત્વ ન આપવુ તેનાથી મોટો અન્યાય શુ હશે ?  તેમણે આગળ કહ્યુ ભાજપા તો એ દળ છે જેને જમીન સાથે ખૂબ પ્રેમ છે. તેમણે રેલવે ને વેચી, ડિફેંસની જમીન વેચી અને હવે વક્ફની જમીનો વેચવામાં આવશે.  આ બધુ પોતાની નિષ્ફળતાઓને છુપાવવાની એક યોજના છે.  અમારા મુખ્યમંત્રી તો કહે છે કે રાજનીતિ તેમનો પાર્ટ ટાઈમ જોબ છે તો દિલીવાળા આવા પાર્ટ ટાઈમ જોબવાળાને હટાવતા કેમ નથી ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસ્લિમો વકફ બિલથી કેમ નારાજ છે? સમગ્ર વિવાદને 5 મુદ્દામાં સમજો