મઘ્યપ્રદેશના ભોપાલમાં મુસ્લિમ સમાજના અનેક લોકો વક્ફ સંશોધન બિલનુ સમર્થન કરી રહ્યા છે. ભોપાલમાં અનેક નાના-નાના મુસ્લિમ સંગઠનોએ આ બિલના સપોર્ટમાં રેલીઓ કાઢી. ખાસ વાત એ છેકે આ દરમિયાન મોટી સંખ્યામા મુસ્લિમ મહિલાઓ પણ હાથમાં 'શુક્રિયા મોદીજી'ના પોસ્ટર સાથે રસ્તા પર ઉતરી. મુસ્લિમ સમાજની મહિલાઓએ આ બિલના સમર્થનમાં હાથમાં પોસ્ટર અને ફુલ લઈને પીએમ મોદીજીનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ બિલને સદનના પટલ પર મુકશે. ત્યારબાદ બિલ પર ચર્ચા શરૂ થશે. સરકારની કોશિશ આજે જ બિલને લોકસભામાં પાસ કરાવ્યા બાદ તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.
ઢોલ નગારા સાથે ફોડ્યા ફટાકડા
આ પહેલા આજે ભોપાલના હતાઈ ખેડા ડૈમની પાસે આનંદપુરા કોકતાના મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાબેનર પોસ્ટર લઈને આભાર પ્રગટ કર્યો. મુસ્લિમ સમાજની ખુશીનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે અહી લોકો ખૂબ ઢોલ વગાડીને ફટાકડા ફોડી રહ્યા છે.