Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-1 માં મારી એન્ટ્રી, આ 2 ટીમોમાંથી કોઈ એક સાથે થશે સામનો

punjab kings
, મંગળવાર, 27 મે 2025 (00:38 IST)
પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હરાવતાની સાથે જ પોઈન્ટ ટેબલના ટોપ-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. આ કારણોસર, હવે તે ક્વોલિફાયર-1 રમશે. જ્યાં તે RCB અને ગુજરાત ટાઇટન્સમાંથી કોઈ એક ટીમનો સામનો કરી શકે છે. RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ 27 મેના રોજ રમાશે. આ મેચ જીત્યા પછી RCB ક્વોલિફાયર-1 માં પહોંચશે. જો તેઓ હારી જાય, તો ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર-1 માં પ્રવેશ કરશે.
 
ક્વોલિફાયર-1 માં પહોચી પંજાબ કિંગ્સની ટીમ 
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સની  ટીમે વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ક્વોલિફાયર-1 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટીમે વર્તમાન સિઝનમાં કુલ 14 મેચ રમી છે, જેમાંથી 9 મેચ જીતી છે અને માત્ર ચારમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. 19 પોઈન્ટ સાથે, તેનો નેટ રન રેટ પ્લસ 0.372  છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પંજાબના બોલરો અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

 
પ્રિયાંશ આર્યએ મારી હાફ સેન્ચુરી  
પંજાબ કિંગ્સ તરફથી મેચમાં પ્રિયાંશ આર્ય અને જોસ ઇંગ્લિશએ શાનદાર પ્રદર્શન કર્યું. આ બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને પંજાબને મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રિયાંશે 62 રન બનાવ્યા. જ્યારે ઈંગ્લિશએ 73 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ ઐયરે 26 રનનું યોગદાન આપ્યું. મુંબઈ ઈન્ડિયન્સના બોલરો મેચમાં કંઈ ખાસ કરી શક્યા નહીં અને ખરાબ રીતે ફ્લોપ રહ્યા. ટીમ તરફથી મિશેલ સેન્ટનરે બે અને જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધી.
 
સૂર્યકુમાર યાદવનાં શાનદાર ફિફ્ટી 
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવે મેચમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે 57 રનની ઇનિંગ રમી છે. તેમના સિવાય રાયન રિકેલ્ટને 27 રન અને રોહિત શર્માએ 24 રન બનાવ્યા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 26 રનની ઇનિંગ રમી. અંતે, નમન ધીરે ૧૨ બોલમાં 20 રન બનાવ્યા જેમાં બે લાંબા છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ 184 રન બનાવી શકી. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ, માર્કો જેસન અને વિજય કુમાર વૈશાખે બે-બે વિકેટ લીધી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાંતિથી રોટલી ખાવી પસંદ છે તો રોટલી ખાવ...નહી તો ગોળી ખાવ, પીએમ મોદીનો દુશ્મન દેશ પાકિસ્તાનને કડક મેસેજ