Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ છે કાજુ કરી બનાવવાની રેસીપી

kaju curry
, રવિવાર, 17 માર્ચ 2024 (12:37 IST)
સામગ્રી - છીણેલો માવો - 250 ગ્રામ, પનીર - 250 ગ્રામ, કાજુ 150 ગ્રામ, કિશમિશ 20 ગ્રામ, ઈલાયચી 4, તજ 1 લાકડી, લવિંગ 4, તમાલપત્ર 2 પાન,  મીઠુ સ્વાદમુજબ, હળદર પાવડર 1/4 ચમચી, ગરમ મસાલો 1/4 ચમચી, 1 ચમચી ખસખ, 1 ચકમચી મગજની બીજ,   નારિયળ 1 મોટી ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 2, ઝીણુ સમારેલુ ટામેટુ 3, ઝીણુ સમારેલુ લસણ 4 કળીઓ. ઘી 2 મોટી ચમચી અને સમારેલી અદરક 1 પીસ સજાવવા માટે લીલા ધાણા.
 
બનાવવાની રીત - સૌથી પહેલા એક વાટકીમાં ખસખસ અને મગજના બીજ ને 1/2 કલાક પલાણી નાખો. 
એક કડાઈમાં 1  ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં કાજુ નાખોં એક કઢાઈ કાજુને સોનેરી ફ્રાય કરો. તેમાં લગભગ ૬-૭ મિનિટનો સમય લાગશે.  
 
હવે  મધ્યમ આંચ પર ૨-ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં તજનો એક ટુકડો, કાપેલી ડુંગળી, લસણ, આદું અને લીલું મરચું નાખોં. ડુંગળી ફ્રાય કરો. હવે તેમા ટામેટા આદુ લસણ નાખી દો. હવે ઈલાયચી તજ લવિંગ નારિયળને મિક્સરમાં વાટી લો.  તે પછી ખસખસ અને મગજના બીજ પણ વાટી લો.  આ પેસ્ટને એક મિનિટ સુધી ફ્રાય કરો. હવે તેમા મીઠુ તમાલપત્ર. લાલ મરચુ. હળદર પાવડર, ગરમ મસાલો, કાજુ કિશમિશ, પનીર માવા અને અડધો કપ પાણી નાખો.  તેને ઢાંકી દો અને 2-3 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખી સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે પણ ફિટનેસનાં ચક્કરમાં ઘી-તેલ ખાવું બંધ કરી દીધું છે તો જાણી લો તેના નુકશાન