Webdunia - Bharat's app for daily news and videos

Install App

Do This For a Subsidy On Gas- તમારા ખાતામાં કેટલી એલપીજી સિલિન્ડર સબસિડી જમા કરવામાં આવી રહી છે? તે કેવી રીતે જાણો

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (09:28 IST)
હાલમાં, સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિગ્રાના 12 સિલિન્ડરો પર સબસિડી પૂરી પાડે છે. જો ગ્રાહકો આના કરતા વધુ સિલિન્ડર લેવા માંગતા હોય, તો તેઓ તેને બજાર ભાવે ખરીદે છે. ઘણાં ગ્રાહકો તેમના  ખાતામાં કેટલી સબસિડી નાણાં જમા થાય છે તે  જાણતા નથી. આવી સ્થિતિમાં, ઘણા ગ્રાહકો  ફરિયાદ કરે છે કે સબસિડીની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવતી નથી. જો તમને પણ આની જાણકારી નથી, તો  તમે કેવી રીતે જાણશો કે તમારા ખાતામાં ઘરે જમા કરાઈ છે કે નહીં. તો ચાલો આજે અમે તમને બતાવી રહ્યા છે તેન જાણવાની  રીત.
 
એલપીજી સબસિડીની સ્થિતિ તમે આ રીતે જાણી શકો છો:
 
- મોબાઇલમાંથી ગેસ સિલિન્ડરની સબસિડી વિશે જાણવા માટે, તમારે પહેલા માય એલપીજી. ઈન   પર ક્લિક કરો 
- વેબસાઇટમાં તમે ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ (એચપી, ભારત અને ઇન્ડેન) ના ટેબ્સ જોશો. અહીંથી તમારી પાસે જે કંપનીનો સિલિન્ડર છે તેના કંપની  પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ  ખુલશે. મેનૂ દાખલ કર્યા પછી, તમારો 17 અંકનો એલપીજી આઈડી દાખલ કરો. જો ગ્રાહકોને તેમની એલપીજી આઈડી ખબર નથી, તો પછી 'Click here to know your LPG ID' પર જાઓ.
- હવે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર, એલપીજી કન્ઝ્યુમર આઈડી, રાજ્યનું નામ અને વિતરકની માહિતી લખો. આ પછી, કેપ્ચા કોડ ભર્યા પછી, પ્રોસિડ  બટન પર ક્લિક કરો.
- પ્રોસિડ  કર્યા પછી, એક નવું પેજ  તમારી સામે ખુલશે, જેના પર તમે એલપીજી આઈડી જોશો.
- હવે એક પૉપ-અપ તમારા એકાઉન્ટની વિગતો બતાવશે. અહીં, તમારું બેંક એકાઉન્ટ અને આધારકાર્ડ એલપીજી ખાતા સાથે જોડાયેલા છે તે માહિતીની સાથે, તમે તે પણ શોધી શકશો કે તમે સબસિડીનો વિકલ્પ આપ્યો છે કે નહીં.
- પૃષ્ઠની ડાબી બાજુએ 'સિલિન્ડર બુકિંગ ઇતિહાસ અથવા સબસિડી ટ્રાન્સફર જુઓ' ક્લિક કરો. આને ક્લિક કરીને, તમે સબસિડીની રકમ પણ જોશો.
 
તે જાણીતું છે કે દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. તેની કિંમતો સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો નક્કી કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments