Festival Posters

હાર્દિકની સીડી વાયરલ થયા બાદ પત્રકાર પરિષદ કરનાર અશ્વિને પોલીસ પ્રોટેક્શન માંગ્યું

Webdunia
શનિવાર, 18 નવેમ્બર 2017 (10:03 IST)
હાર્દિક પટેલના કથિત અશ્લીલ વીડિયો વાયરલ પ્રકરણમાં હાર્દિકે જે વ્યક્તિનું નામ લીધું છે તે અશ્વિન સાંકડશેરિયાએ દિલ્હીમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. અશ્વિન સાંકડશેરિયાએ જાનથી મારી નાંખવાની ધમકીઓ મળતાં પ્રોટેક્શન માગ્યું છે. ઉપરાંત તેણે લખેલા પત્રમાં આરોપોને પાયા વગરના ગણાવ્યા હતા અને સીડીની તપાસની માંગ પણ કરી હતી.

હાર્દિક પટેલનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોએ પાટીદાર સમાજ સહિત ગુજરાતના રાજકારણમાં ભારે હોબાળો જગાવ્યો હતો. આ વીડિયો અંગે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો વાયરલ કરનાર ભાજપ સાથે સંકળાયેલો છે અને હાર્દિક પટેલે આ વ્યક્તિની ભાજપના નેતાઓ સાથેની તસવીરો વાયરલ કરી હતી. અશ્વિન સાંકડશેરિયા કે જે વ્યક્તિએ અગાઉ હાર્દિક પટેલ હનીમૂન માટે મસૂરી ગયો હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી. હાર્દિક પટેલે અશ્વિનની જે તસવીરો વાયરલ કરી છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા નજરે પડે છે.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pregnancy Care tips- ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલટી ગર્ભપાતનું કારણ બની શકે છે

ફૂલ મખાનાની ખીર મિનિટોમાં બનાવો; દિવસની શાનદાર શરૂઆત માટે સૌથી સરળ અને આરોગ્યપ્રદ રેસીપી

Peanut butter toast- તમારી સવારને ખાસ બનાવો, આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ અજમાવો.

શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક વર્ષ પછી

ગુજરાતી જોક્સ - લંડનની યાત્રાનુ ઈનામ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

રણવીર અને દીપિકા ફરી માતા-પિતા બનવાના છે; પુત્રી દુઆ સાથે સુંદર અંદાજમાં બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરો

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

આગળનો લેખ
Show comments