Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

IND vs AUS: ટીમ ઈંડિયાનું ધમાકેદાર પ્રદર્શન, હારેલી મેચને 75 રનથી જીતી, ભારતમાં અશ્વિનના સૌથી ઝડપી 200 વિકેટ

IND vs AUS:  ટીમ ઈંડિયાનું ધમાકેદાર પ્રદર્શન, હારેલી મેચને 75 રનથી જીતી, ભારતમાં અશ્વિનના સૌથી ઝડપી 200 વિકેટ
બેંગલુરૂ. , મંગળવાર, 7 માર્ચ 2017 (15:28 IST)
ટીમ ઈંડિયાએ બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 75 રનથી હરાવી દીધુ.  ભારત તરફથી મળેલ 188 રનના ટારગેટનો પીછો કરતા મેહમાન ટીમ ચોથા દિવસે બીજી ઈનિંગમાં 112 રન પર સમેટાઈ ગઈ.  ભારત તરફથી  આ મેચમાં અશ્વિને 8 વિકેટ લીધી તો બીજી બાજુ જડેજાએ 7 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ 276 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં આ રીતે આઉટ થયા ઓસ્ટ્રેલિયાઈ પ્લેયર્સ... 
 
- બીજી ઈનિંગમાં મેહમાન ટીમને પ્રથમ ઝટકો ઈશાંત શર્માએ 4.3 ઓવરમાં આપ્યો. 
- ઈશાંતે મેટ રેનશૉ (5)ને રિદ્ધિમાન સાહાના હાથે કેચ કરી આઉટ કર્યો. 
- ત્યારબાદ 9.1 ઓવરમાં આર. અશ્વિને ડેવિડ વોર્નર(17)ને lbw કરતા બીજો ઝટકો આપ્યો. 
-  ત્રીજી વિકેટ ઉમેશ યાદવને 14.6 ઓવરમાં મળ્યો. જ્યારે તેમને શૉન માર્શ(9) ને lbw કરી દીધો. 
- ઉમેશ યાદવે 20.3 ઓવરમાં સ્ટીલ સ્મિથ (28)ને lbw આઉટ કરી ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પાડી. 
- પાંચમી વિકેટ મિશેલ માર્શ (13) નો રહ્યો.  તેઓ 25.6 ઓવરમાં અશ્વિનની બોલ પર નાયરને કેચ આપી બેસ્યા. આ સમય ટીમનો સ્કોર 101 રન હતો. 
- આ સ્કોર પર એક વિકેટ વધુ પડી ગયુ. નવા બેટ્સમેનના રૂપમાં આવેલ મેથ્યૂ વેડ(0) ખાતુ પણ ન ખોલી શક્યા. 27.5 ઓવરમાં અશ્વિનની બોલ પર સાહાએ ગજબનું કેચ લઈને તેમને આઉટ કરી દીધો. 
- સાતમા વિકેટ મિશેલ સ્ટાર્ક (1) નુ રહ્યુ, તેમને અશ્વિને બોલ્ડ કરી દીધો. 
- અશ્વિને પીટર હેંડ્સકૉમ્બને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો આપ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત, મોદીએ સુરતને આર્થિક વિકાસનું કેન્દ્ર કહ્યું