Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બેકાર બેઠેલો પતિ આખો દિવસ મોબાઈલમા પોર્નવીડિયો જોતો, પત્ની સેક્સનો ઈનકાર કરે તો મારઝૂડ કરતો

Husband sitting idle in Ahmedabad watching porn videos on mobile all day
, ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (11:31 IST)
સમાજમાં અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચેના ઝગડા વધુ હોય છે. અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરમાં બેકાર બેસી રહેલો પતિ આખો દિવસમાં મોબાઈલમાં પોર્ન વીડિયો જોતો અને બાદમાં પત્ની સાથે સેક્સની માંગણી કરતો હતો. પત્ની સેક્સ માટે ઈનકાર કરતી તો તેની પર શંકા રાખીને પતિ મારઝૂડ કરતો. પતિને આવી હરકતોથી કંટાળેલી પત્નીએ આખરે હેલ્પલાઈનની મદદ લીધી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતાં પરિવારમાં બેકાર બનેલો પતિ ઘરમાં બેસી આખો દિવસ પોર્ન વીડિયો જોતો હતો અને બાળકોને ઘરની બહાર મોકલીને પત્નીને તેની સાથે સતત સેક્સ કરવા કહેતો હતો. પતિની આવી વિકૃત માનસિકતાથી કંટાળી અને પતિને છોડી દેવા સુધી પત્ની પહોંચી ગઈ હતી. પત્ની સેકસની ના પાડે તો તેની પર શંકા રાખી અને મારઝૂડ કરી હેરાન કરતો હતો. આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેતા મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેનું કાઉન્સેલિંગ કરી અને તેઓને સમજાવ્યા હતા.પત્નીએ ફોન કરતાં જ મહિલા હેલ્પ લાઇન તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી હતી. મહિલાની પૂછપરછ કરતા તેઓના લગ્નને 12 વર્ષ થયા છે. તેમના પતિ અવારનવાર ચિંતા કરતા હતા જેના કારણે તેઓને પુરુષ શબ્દથી જ નફરત થઈ ગઈ હતી. પતિની રોજ-બરોજની સેક્સની માગણીથી કંટાળી ગયા હતા. તેમના પતિ બાળકોને ઘરની બહાર રમવા માટે મોકલી દેતા હતા અને જબરજસતી સેકસ માટે દબાણ કરતા હતા. પત્ની ના પાડતી તો તેની પર શંકા રાખીને પતિ કહેતો કે તને કોઈ બહાર મળી ગયો છે. તેમ કહી મારઝૂડ કરતો હતો.પતિ આખો દિવસ ઘરમાં રહેતો હોય કોઈ કામ ધંધો કરતો નહોતો અને પોર્ન વીડિયો જોતો હતો. બાદમાં તેની સાથે સેક્સની માંગ કરતો રહેતો હતો. પત્ની ના પાડે તો તેની ઉપર હાથ ચાલાકી કરતો હતો. પતિની આવી હરકતોથી બાળકોના મન પર પણ ખરાબ અસર પડી હતી. પતિની આવી હવસખોર માનસિકતાથી કંટાળી પત્ની તેને છોડી દિવસ સુધી તૈયાર થઈ ગઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે પતિ-પત્નીને સમજાવ્યા હતા અને પતિને આવી રીતે હરકતોના કરવાની પત્નીની સંમતિ સાથે રહેવા જણાવ્યું હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટીએમ મનીએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ અમદાવાદમાં ખોલી, ગુજરાતમાં નં.1 ટ્રેડીંગ અને ઈનવેસ્મેન્ટ પ્લેટફોર્મ બનવાનુ ધ્યેય