વેપારીઓ અને ગ્રાહકો માટેની ભારતની મોખરાની ડિજિટલ વ્યવસ્થા પેટીએમ તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે તેની સંપુર્ણ માલિકીની પેટા કંપની પેટીએમ મનીએ તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસનો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે. તે ગુજરાતમાં તે આશરે 100 લોકોની સેલ્સ ટીમ, ઈનવેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને બજાર નિષ્ણાતોની ભરતી કરીને આગામી વર્ષોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં કંપનીની હાજરી વિસ્તારશે.
હાલમાં 1 લાખથી વધુ યુઝર્સ ધરાવતુ ગુજરાત પેટીએમ મની પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ધરાવતુ ટોચનુ રાજય છે. આ પ્લેટફોર્મ ઉપર 11 ટકાથી વધુ આઈપીઓ અરજીઓ ગુજરાતમાંથી આવે છે. આથી કે દેશમાં સૌથી મહત્વનુ રાજય બની રહે છે. હવે અમદાવાદમાં ભૌતિક હાજરી ધરાવતાં તે રાજયામા નવા યુઝર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને એકંદર રિલેશનશિપ વેલ્યુ અને ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો કરી શકશે.
કંપની રાજયના ક્લાયન્ટસને મદદ કરવા ડીઆઈવાય આસિસ્ટન્સ ડેસ્કની સ્થાપના કરી ચૂકી છે. તે અમદાવાદમાં ગ્રાહકોને ઓફફલાઈન ટ્રેડમાં સહાય કરવા કૉલ અને ટ્રેડ ડેસ્કની પણ સ્થાપના કરશે. ગ્રાહકોને જો સહાયની જરૂર પડે તો તે પેટીએમ મનીના લોકપ્રિય શૈક્ષણિક વિડીયોનો અને નિષ્ણાત સિરીઝ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.
પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે " અમારા ગ્રાહકો જે ભાષાનો ઉપયોગ કરે છે અને બોલે છે તે ભાષામાં સંપર્ક કરી તેમની નિકટ આવવા પ્રયાસ કરી રહયા છીએ. પેટીએમ મની ઉત્તમ કીંમતે મૂડીરોકાણ અને ટ્રેડીંગ કરવા માટે સુપર એપ્પનુ નિર્માણ કરી રહી છે. ઉદાહરણ તરીકે અમારૂ એફ એન્ડઓ પ્રાઈસીંગ ઓર્ડર દીઠ 10નુ છે અને તે ભારતમાં સૌથી ઓછી કીંમત ધરાવે છે. ગુજરાતનુ અમારૂ હાલનુ ટ્રેડર નેટવર્ક અમારા માટે મોટુ સ્પર્ધાત્મક નેટવર્ક બની રહેશે અને અમને સ્થાનિક આઈએફએ, સંલગ્ન લોકો અને ડિજિટલ પાર્ટનર્સને આવકારી રહયા છીએ અમદાવાદમાં અમારી ભારતની સૌ પ્રથમ ઈનવેસ્ટમેન્ટ ઓફિસએ પેટીએમ મનીનુ એક મહત્વનુ કદમ છે. "
વિતેલા 12 માસ દરમ્યાન પેટીએમ મની તરફથી અનુભવી રોકાણકારો તથા મૂડીરોકાણ માટે નવા રોકાણકારો માટે ધ્યાનમાં રાખીને અનેક નવી પ્રોડકટસ અને સર્વિસીસ શરૂ કરવામાં આવી છે. એમાં માર્જીન પ્લેઝ, ,જીટીટી, એફ એન્ડ ઓ ડેશબોર્ડ, વોઈસ ટ્રેડીંગ વગેરેનો સમાવેશ થાય છે. તાજેતરમાં હાઈ નેટવર્થ રોકાણકારો માટે પોર્ટફોલિયો ઈનવેસ્ટમેન્ટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 50 લાખનુ મૂડીરોકાણ ફરજીયાત રહેશે. યુઝર્સ આ પ્લેટફોર્મ ઉપર વિષયના નિષ્ણાતો દ્વારા સંચાલિત સ્ટોક, એફ એન્ડ ઓ, આઈપીઓ ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ અને પર્સનલ ફાયનાન્સ અંગે પેટીએમ વેલ્થ કોમ્યુનિટીની લાઈવ સેશનમાં હાજરી આપી શકશે.