Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update - કોરોનાના કહેરે આપી થોડી રાહત, પાંચ દિવસ પછી દેશમાં 4 લાખથી ઓછા નવા કેસ, મોત પણ ઘટી

Webdunia
સોમવાર, 10 મે 2021 (08:41 IST)
દેશમાં કોરોનાથી રવિવારે એક દિવસમાં 3.53 લાખ લોકો સ્વસ્થ થયા. તેનાથી સક્રિય મામલા ઘટ્યા. રવિવારે નવા સંક્રમિતોની કુલ સંખ્યા 3,66,317 રહી, બીજી બાજુ મરનારા કોરોના દર્દીઓની સંખ્યામાં પણ થોડી કમી આવી અને આ 3747 પર જ અટકી ગઈ. 
 
કોરોના વાયરસ સંક્રમણના 3,66,317 નવા મામલા સામે આવ્યા. ત્યારબાદ સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 2,26,62,410 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં 3747 દરદીઓની મોત થયા પછી કુલ મૃતક સંખ્યા વધીને 2,46,146 થઈ ગઈ. દેશમાં સારવાર કરાવતા દરદીઓની સંખ્યા સતત વધીને 37,41,368  થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસના 16.76 ટકા છે, જ્યારે કે સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર 82.15 ટકા છે. આંકડા મુજ બ એક દિવસમાં 3,53,680 વધુ દરદીઓ ઠીક થવા સાથે અત્યાર સુધી સ્વસ્થ થઈ ચુકેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,86,65,266 થઈ ગઈ છે. જ્યારે કે મૃત્યુદર 1.09 ટકા છે. સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં જે 3747 વધુના મોત થયા છે, તેમાથી સૌથી વધુ મહારાષ્ટ્ર (572) માં થયા છે. 
 
દસ રાજ્યોમાં 71 ટકાથી વધુ નવા કેસ 
 
કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયે રવિવારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં આવેલ 3,66,317 મામલામાંથી  71.75 ટકા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત 10 રાજ્યોમાંથી છે. યાદીના અન્ય 10 રાજ્યોમાં કેરલ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. કુલ 30.22 કરોડ સેમ્પલની તપાસ આખા દેશમાં કરવામાં આવી છે. જ્યારે કે દૈનિક કોવિડ-19 સંક્રમણ દર 21.64 ટકા છે. 20 રાજ્યોમાં 10 લાખની વસ્તી પર મૃત્યુ રાષ્ટ્રીય સરેરાશ (176)થી ઓછા છે. જ્યારે કે 16 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં આ રાષ્ટ્રીય સ્તરથી વધુ છે. 
 
16.94 કરોડ રસી આપવામાં આવી 
 
દેશમાં અત્યાર સુધી રસીની 16.94 કરોડ ખોરાક આપવામાં આવી ચુકી છે. મંત્રાલયે કહ્યુ કે દેશમાં આપવામાં આવેલ કુલ ખોરાકના 66.78 ટકા મહારાષ્ટ્ર રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાલ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરલ, બિહાર અને આંધ્રપ્રદેશમાં જ આપવામાં આવ્યુ છે. 18થી 44 વર્ષના વય ગ્રુપના 17,84,869  લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 
 
સંક્રમણના કેસ થોડા નીચે આવ્યા 
 
30 એપ્રિલ - 4,02,014
5 મે : 4,12,624
6 મે : 4,14,280
7 મે : 4,06,902
8 મે  : 4,03,626
9 મે : 3,66,317

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાને લઈ જઈ રહી હતી, અચાનક આગ લાગી અને કાર ઉડી ગઈ

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

વાવ પેટાચૂંટણીમાં 70.5 ટકા મતદાન, ભાજપ, કૉંગ્રેસ કે અપક્ષ બાજી મારશે?

જમ્મુ-કાશ્મીરમાં બાળકોને પિકનિક પર લઈ જવા પર પ્રતિબંધ

આગળનો લેખ
Show comments