Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ
છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. ખેડૂત સમાજ કે ખેતી પર આધારિત સમાજની સંસ્કૃતિમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા એ સમાજની સંપૂર્ણ માનસિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાજનૈતિક, સામાજીક અને આર્થિક જગતમાં અનેક પ્રકારના પરિવર્તન છતા પર્વ તહેવારોની પ્રક્રિયા આજે પણ કાયમ છે. સૂર્ય કાલ્પનિક દેવતા નથી, પણ પ્રત્યક્ષ દેવતા છે. અને ખેડૂત સમાજને ત્યારથી જ્યારે વિજ્ઞાનનો આટલો વિકાસ નહોતો થયો અને ન તો આધુનિક સુવિદ્યાઓ ઉપલબ્ધ હતી, સૂર્ય ફક્ત ઉષ્મા અને ઉર્જા જ નહોતો આપતો પણ ખેતીમાં પણ દરેક રીતે મદદ કરતો હતો.

ભારતીય સમાજનો એક વર્ગ આવા પ્રત્યક્ષ દેવતાની પૂજાનુ વિધાન કરવામાં ખૂબ જ સમજી વિચારીને નિયમ બનાવે. યોગ્ય અર્થોમાં પૂજક કૃષકોએ પોતાના પુરૂષાર્થનુ પ્રદર્શન કર્યુ. પોતાની શ્રમશક્તિથી ખેતીમાં જે કંઈ ઉગતુ હતુ એ સર્વને પહેલા સૂર્ય દેવતાને ભેટ રૂપે આપતો હતો. આ દ્રષ્ટિએ આ તહેવાર ખેડૂત સમાજના પુરૂષાર્થના પ્રદર્શનના રૂપમાં ઉજવાય છે.
webdunia

આ તહેવારના રોજ લોક ગીત ગાવામાં આવે છે, તેમાથી અનેક ગીતોનો અર્થ આ પ્રકારનો હોય છે. 'હે દેવતા, નેત્રહીનોને દ્રષ્ટિ આપો, કુષ્ઠ રોગીઓને રોગમુક્ત કરો, સ્વસ્થ બનાવો અને એ જ રીતે નિર્ધનોને ધન પ્રદાન કરો. આ જ લોકો તમારા રથને પૂરબથી પશ્ચિમ તરફ લઈ જશે.' અત્રે એ ઉલ્લેખનીય છેકે આ ગીતમાં પોતાને માટે જ નહી પણ સમાજના પીડિત ને ઉપેક્ષિત લોકો માટે નવુ જીવન માંગવામાં આવ્યુ છે.

આ પ્રસંગે જે ગીત ગાવામાં આવે છે એ પહેલ સૂર્ય સંબંધિત હોય છે. કોઈમાં ભાસ્કર ભગવાનની મહિમા હોય છે તો ક્યાક આદિત્યને શીઘ્ર ઉદય થવાની પ્રાર્થના કરવામાં આવે છે. આ ગીતમાં સમસ્ત માનવને સૂર્ય દેવતાનો સેવક માનવામાં આવ્યો છે. આ બધા ગીત ધર્મ અને સમાજ સાથે સંકળાયેલ છે.

વ્રતનુ નામ છે 'રવિ ષષ્ઠી વ્રત' અર્થાત કાર્તિક માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ આ વ્રતનુ આયોજન કરવામાં આવે છે. આમ તો આ ચાર દિવસનુ વ્રત છે. જેમા વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનારી સ્ત્રી અને પુરૂષ પવિત્ર થઈને ભોજન કરે છે. જેમા મીઠાના રૂપમાં સંચળનો પ્રયોગ કરે છે. આગામી દિવસે પંચમીના રોજ વ્રતના 24 કલાકનો ઉપવાસ હોય છે અને ડૂબતા સૂર્યને અર્ધ્ય આપે છે. જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે એ ડાલીમાં પૂજા સામગ્રી ધૂપ, દીપ ઉપરાંત પાંચ પ્રકારના ફળ કેળા, લીંબૂ, સંતરા, નારિયળ અને સીતાફળ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત મૂળા, શેરડી, હળદર, સૂરણ વગેરે પણ ડાળમાં મુકવામાં આવે છે. સૂર્ય ભગવાનના સૌથી મુખ્ય વ્યંજન પકવાનને ગણાય છે. જેમા ડાળીમાં ચઢાવવા માટે ખૂબ જ શુદ્ધતાથી ઘઉં ઘોઈને સૂર્યના પ્રકાશમાં સુકવીને તેનો લોટ બનાવાય છે અને પચેહે તેને દૂધથી પલાળી એક એવા સંચામાં નાખીને આકાર આપવામાં આવે છે જેના પર સૂર્યદેવતાનુ ચિત્ર હોય છે પછી તેને શુદ્ધ ઘી માં તળીને ડાળીમાં ચઢાવીને દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે.

ષષ્ઠી તિથિના સાંજથી લઈને આખી રાત દીપમાળા સજાવીને ગીત મંગળ વગેરેનુ આયોજન કરી વ્રત કરનારું મનોબળ વધારવામાં આવે છે અને સપ્તમી તિથિના રોજ ઉગતા સૂરજને અર્ધ્ય આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પછી વ્રત કરનારા વ્રતી ભોજન કરે છે.. અહી વ્રત કરનાર વ્યક્તિની કલ્પનાશક્તિ જુઓ. ષષ્ઠી તિથિ ઉચ્ચારણ વિપર્યયને કારણે છઠી બની ગઈ અને સ્ત્રીલિંગ હોવાને કારણે સૂર્યની જનનીન રૂપમાં સ્વીકારવામાં આવી અને ષષ્ઠી તિથિ 'છઠી મઈયા' બની ગઈ. ષષ્ઠીનો દિવસ પુલ્લિંગ હોવાથી છઠ વ્રત બની ગયો.
webdunia

બિહાર અને તેના પડોશી ઉત્તરપ્રદેશની સીમાના કેટલાક જીલ્લામાં આ વ્રત એટલુ મહત્વપૂર્ણ છે કે આ વ્રત દરમિયાન નાના મોટા, ધનવાન ગરીબ અને છૂત અછૂત સુધીનો ભેદ મટી જાય છે. વ્રતનું વિધાન એ ઢંગથી કરવામાં આવ્યુ છે કે બ્રાહ્મણ અને પુરોહિતથી લઈને કપડા સીવનાર દરજી અને ટોકરી બનાવનાર ડોક સુધીના લોકોની માંગ વધી જાય છે. દરેકને તેમના કામના આધાર પર યોગ્ય સન્માન પણ મળે છે. આ દ્રષ્ટિએ આ તહેવાર સામાજીક સંષ્લિષતાનો પણ પરિયાચક છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vivah Muhurat 2024: નવેમ્બરમાં આ દિવસથી શરૂ થઈ રહ્યા છે વિવાહના શુભ મુહુર્ત, નોંધી લો લગ્ન અને તિથિઓ