Publish Date: Thu, 23 Jul 2026 (09:43 IST)
Updated Date: Thu, 23 Jul 2026 (15:59 IST)
ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે.
- પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે.
- છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવે છે તેમાં રોજ જળનું સિંચન કરાતું.
- - અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે. - ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે છે.
- કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
જવારા વાવવાની વિગતવાર રીત નીચે મુજબ છે:
જરૂરી સામગ્રી: માટીનું નાનું કુંડું (પાળા), સ્વચ્છ માટી, ઘઉં અથવા જવના દાણા, અને પાણી.પલાળવા:
વાવણીના આગલા દિવસે સાંજે ઘઉં અથવા જવને પાણીમાં પલાળી રાખો.
વાવવા: કુંડામાં પવિત્ર અને કાંકરી વગરની માટી ભરો. તેમાં પલાળેલા દાણા સરખી રીતે પાથરી દો અને ઉપરથી હળવી માટીનું પડ લગાવો.
પાણી આપવું: દરરોજ સવારે અને સાંજે તેમાં હળવું પાણી છાંટો (દાણા બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવું).પૂજા વિધિ:
આ સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક તરીકે કાર્યરત છે.
મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.
સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી....
વધુ વાંચો