Festival Posters

ચીનમાં મોદી-પુતિનની આ સવારી જોઈને ટ્રંપને લાગશે મરચા, જાણો કેટલી છે આ રૂસી Aurus Senat Limousineની કિમંત ?

Webdunia
સોમવાર, 1 સપ્ટેમ્બર 2025 (13:14 IST)
Aurus Senat Limousine
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજકાલ ચીનમાં છે. ત્યાથી આવેલી પ્રધાનમંત્રીની એક તસ્વીરે મીડિયામાં હાહાકાર મચાવી દીધો છે. જેમા મોદી રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ચીનના તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન  (SCO) ની બેઠક બાદ બંને નેતા દ્વિપક્ષીય યાત્રા માટે એક જ કારમાં બેસેલા  જોઈ શઅકય છે. આ રૂસી રાષ્ટ્રપતિની ખાસ કાર છે જેને રૂસની ઓટો કંપની ઑરસે બનાવી છે.  આ કંપની પુતિનના નિર્દેશ પર જ બની છે.  જાણો શુ છે આ ગાડીની વિશેષતા અને કેટલી છે આની કિમંત. 
 
પુતિન Aurus Senat Limousine કારમાં મુસાફરી કરે છે. તેને રશિયાની રોલ્સ રોયસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના 2018 માં પુતિનના નિર્દેશ પર કરવામાં આવી હતી. ગયા વર્ષે પુતિને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને આ કંપનીની એક કાર ભેટમાં આપી હતી. પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતી કાર સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. આ કારનું વજન લગભગ 7,200 કિલો છે, જે એક કોમર્શિયલ બસના વજન જેટલું છે. તાજેતરમાં, મોસ્કોમાં પુતિનના કાફલામાં સામેલ એક કાર પર હુમલો થયો હતો.
Aurus Senat Limousine
કેટલી છે કિમંત 
 
Aurus Senat ના સિવિલિયન વર્ઝનની કિમંત લગભગ $250,000 એટલે કે લગભગ 2.20 કરોડ રૂપિયા છે. વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી આના આર્મર્ડ વર્ઝનની કિમંત લગભગ 15 લાખ ડોલર એટલે કે 13.23 કરોડ રૂપિયા છે. આ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીનો દાવો છે કે આ કાર ફક્ત 6 સેકંડમાં 100 કિમીની ગતિ પકડી શકે છે. 
 
રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયાએ 2018 થી 2023 દરમિયાન ઓરસ કાર અને મોટરસાયકલ બનાવવા માટે ઓછામાં ઓછા $34 મિલિયન મૂલ્યના ઘટકોની આયાત કરી હતી. આ ઈંસ્ટ્રુમેંટ  ચીન, ભારત, તુર્કી, ઇટાલી અને યુરોપિયન દેશો તેમજ દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવ્યા હતા. ઓરસ સેડાન રશિયાની રાજ્ય સંચાલિત સંશોધન સંસ્થા NAMI દ્વારા કાર કંપની સોલર્સ સાથે મળીને વિકસાવવામાં આવી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments