LPG cylinder prices- મોંઘવારી વચ્ચે, સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજથી, 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ભાવ લાગુ થઈ ગયા છે. આ ઘટાડા પછી, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1631.50 રૂપિયાથી ઘટીને 1580 રૂપિયા થઈ ગયા છે. આ સતત સાતમી વખત છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.