Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢમા ગિરનાર લીલી પરિક્રમામાં મચ્યો હડકંપ, 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2024 (13:11 IST)
Junagadh lily parikrama
ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર દર વર્ષે આયોજીત થનારી લીલી પરિક્રમા હાલ ધૂમધામથી ચાલી રહી છે. પરિક્રમાની શરૂઆત કાર્તિકી એકાદશીની અડધી રાતથી થાય છે અને લાખો શ્રદ્ધાળુ આ અનુષ્ઠાનમાં ભાગ લે છે. પણ આ વખતે ભીડ અને ગરમીને કારણે આ ધાર્મિક આયોજન દુખમાં બદલાય ગયુ. છેલ્લા 48 કલાકમાં 9 શ્રદ્ધાળુઓના હાર્ટ અટેકથી મોત થઈ ગયા છે. જેનાથી પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયોછે. 
 
જૂનાગઢના સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે ભારે ભીડ અને દિવસમાં ગરમીને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો છે. હોસ્પિટલમાં 8 ડેડ બોડી લાવવામાં આવી, જેમા રાજકોટના 3, મુંબઈ અને અમદાવાદના 1-1 વ્યક્તિ ઉપરાંત ગાંધીધામ, દેવલા અને અમરાસરના 1-1 વ્યક્તિ સામેલ હતા. ડોક્ટરોએ શ્રદ્ધાળુઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે પરિક્રમામાં રોકાય રોકાય ને ચાલો અને કોઈપણ પ્રકારની અસુવિદ્યા થાય તો તરત જ મેડિકલ કૈપની મદદ લો. 
 
ગિરનાર પર્વત - ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ 
ગિરનાર પર્વતનુ ધાર્મિક મહત્વ ખૂબ વધુ છે.  એવુ કહેવાય છે કે આ પર્વતને હિમાલયના દાદાના રૂપમાં પણ ઓળખાય છે.  આ પર્વત શિવ અને પાર્વતી સાથે જોડાયેલી ઘણી વાર્તાઓનું કેન્દ્ર રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 5200 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ અને રૂકમણીએ આ પર્વતની પ્રથમ પરિક્રમા કરી હતી, જે આજે પણ ભક્તો દ્વારા પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે છે. પરિક્રમાનો માર્ગ અંદાજે 36 કિલોમીટર લાંબો છે અને ભક્તો ગાઢ જંગલોમાં ચાર રાત વિતાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments