Webdunia - Bharat's app for daily news and videos

Install App

2000ની નોટ મુદ્દે RBIનો ખુલાસો

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (11:09 IST)
RBI 2000 Note: ભારતીય રિઝર્વ બેંક(RBI) એ સોમવારે કહ્યુ કે 29 ડિસેમ્બરના રો જ વેપાર બંદ થતા બેંક બહાર 2000 રૂપિયાના બેંક નોટોનુ કુલ મૂલ્ય ઘટીને  9,330 કરોડ રૂપિયા રહી ગયુ. આ રીતે 2000 રૂપિયાના 97.38 ટકા બેંક નોટ હવે બેંકોમાં પરત આવી ગયા છે અને હવે ફક્ત 9,330 કરોડ રૂપિયાના નોટ જ લોકો પાસે બચ્યા છે. 19 મે 2023 ના રોજ વેપાર બંધ થતા પ્રચલનમાં 2000 રૂપિયાના બેંક નોટોનુ કુલ મુલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતુ. જ્યારે તેને બેંકોમાં જમા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 
 
આરબીઆઈએ નિવેદનમાં કહ્યુ, 2000 રૂપિયાના નોટોનુ કુલ મૂલ્ય, જે 19 મે 2023ના રોજ વેપાર સમાપ્તિ પર 3.56 લાખ કરોડ રૂપિયા હતા. હવે 29 ડિસેમ્બર 2023ના રોજ વેપાર બંધ થવાનો સમય ઘટીને 9,330 કરોડ રૂપિયા થઈ ગયો છે.  
 
19 સ્થાન પર બદલી શકો છો નોટ 
 
કેન્દ્રીય બેંકે કહ્યુ કે 2000 રૂપિયાની નોટ હજુ પણ વૈધ મુદ્રાથી બનેલો છે. આ નોટોને આરબીઆઈના દેશભરમાં વર્તમાન 19 ક્ષેત્રીય કાર્યાલયોમાં જઈને બદલી શકાય છે કે જમા કરી શકાય છે. આ ઉપરાંત લોકો કોઈપણ પોસ્ટઓફિસથી આરબીઆઈના કોઈપણ કાર્યાલયમાં ઈંડિયા પોસ્ટના માધ્યમથી 2000 રૂપિયાના નોટ પોતાના બેંક ખાતોમાં જમા કરવા માટે મોકલી શકાય છે. 
 
આરબીઆઈએ આ નોટોનુ ચલનથી પરત લેતી વખતે આ નોટને 30 સપ્ટેમ્બર સુધી બદલવા કે બેંક ખાતામાં જમા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.  પછી સમયસીમાને સાત ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી હતી. આઠ ઓક્ટોબરથી લોકો આરબીઆઈના 19 કાર્યાલયોમાં જઈને 2000 રૂપિયાની નોટને બદલી કે જમા કરાવી શકે છે. આ કારણે તેમને કાર્યાલયોમાં કામકાજી કલાક દરમિયાન સારી એવી ભીડ જોવા મળી રહી છે. 
 
2000 રૂપિયાની નોટ 2016માં બહાર પાડવામાં આવી હતી
RBIની આ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. નવેમ્બર 2016 માં, 1000 અને 500 રૂપિયાની વર્તમાન નોટોને બંધ કર્યા પછી, આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટ જારી કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments