rashifal-2026

રાજકોટમાં સ્કૂલ ફી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (15:24 IST)
ગઈ કાલે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે સ્કૂલોએ નક્કી કરેલી ફી વાલીઓએ ભરવી પડશે ત્યાર બાદ જાણે ગુજરાતમાં ફરીવાર ચૂંટણી સમયનું વાક્ય ગૂંજતું થયું છે કે મારા હાળા છેતરી ગ્યાં. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આજે સ્કૂલો દ્વારા લેવાતી ફી મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ડીઇઓ કચેરીએ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ ડીઇઓ કચેરીમાં જ કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. મોટી સંખ્યામાં ડીઇઓ કચેરીએ ઉમટી પડેલા કોંગ્રેસના કાર્યકરો ડોક્ટર બની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માના પૂતળાનું ઓપરેશન કરવાના હતા. પરંતુ પોલીસ દ્વારા આ પૂતળુ જપ્ત કરાતા જ કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. થોડીવાર તો મામલો બિચક્યો હતો. પોલીસે અમુક કાર્યકરોની અટકાયત કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

આગળનો લેખ
Show comments