suvichar

ગુજરાત કોરોના અપડેટ: આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નોંધાયા માત્ર આટલા કેસ

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (22:58 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 65 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 289 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.54 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1969 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 10 લોકો વેન્ટિલેટર પર છે. 21959 લોકો સ્ટેબલ છે. 8,11,988 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં આજે એકપણ મોત નિપજ્યું નથી. 10,072 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1દર્દીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,99,680 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

આગળનો લેખ
Show comments