Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી

Webdunia
બુધવાર, 7 જુલાઈ 2021 (22:42 IST)
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.  
 
મુખ્યમંત્રીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે.
 
મુખ્યમંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદઓ દર્શનાબેન જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે.
 
મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

આગળનો લેખ
Show comments