Webdunia - Bharat's app for daily news and videos

Install App

SMC હવે વધુ સક્રિય બનશેઃ ગુનેગારો પર કંટ્રોલ કરવા 4 PI અને 9 PSIની નિમણૂંક

Webdunia
શુક્રવાર, 14 જૂન 2024 (15:31 IST)
gujarat police
 ગુજરાતમાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ સામે SMC અને PCB સક્રિયતાથી ભલભલા બુટલેગર અને ગુનેગારો ફફડી ઉઠ્યાં છે. જ્યારથી નિર્લિપ્ત રાય આવ્યા ત્યારથી રાજ્યભરના બુટલેર ગુનેગારો અને બેઈમાન પોલીસ કર્મચારીઓ ફફડી ગયા છે. નિર્લિપત રાય પોતાની ક્લિન અને કડક છબીના કારણે ગુજરાત પોલીસમાં અલગ સ્થાન ધરાવે છે. હવે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) વધુ સક્રિય અને આક્રમક બનશે. 
 
ગુનેગારો પર કંટ્રોલ કરવા નવી રણનીતિ તૈયાર કરી 
ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલમાં એકસાથે 4 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પોલીસ સબ ઇન્સપેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ જગ્યાએથી પોલીસ કર્મચારીઓના ઇન્ટરવ્યૂ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાંથી પસંદ કરાયેલા PI અને PSIને એટેચ ઓર્ડર સાથે SMCમાં નિમણૂક ​​​​​​​આપવામાં આવી છે. આગામી દિવસોમાં SMC વધુ આક્રમક બનીને રાજ્યભરમાં ગુનેગારો પર કંટ્રોલ કરવા નવી રણનીતિ તૈયાર કરી છે.​​​​​​​ 
 
ગુજરાતમાંથી PI અને PSIના ઈન્ટરવ્યૂ કરીને પસંદગી કરાઈ
આગામી સમયમાં SMCને વધુ કડક બનાવવા માટે રાજ્યભરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈના ઇન્ટરવ્યૂ કર્યા હતા, જેમાં 4 PI અને 9 PSIને SMCમાં લાવ્યા છે. SMCમાં થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરના ઓર્ડરમાં વડોદરાથી હરિત વ્યાસ,બનાસકાંઠાથી જી આર રબારી,એસ એમ પટણી, સીઆઇડી ક્રાઇમમાંથી એ વાય બલોચને તેમજ 9 PSIને પણ લાવવામાં આવ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments