Biodata Maker

વીકેન્ડમાં દરિયે ફરવા ગયેલા 3 લોકો મોતને ભેટ્યા

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (13:31 IST)
રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે પરંતુ હજી પણ લોકોમાં ડર લાગતો નથી. વીકેન્ડ હોય કે પછી જાહેર રજા મળે ત્યારે આવી સ્થિતિમાં લોકો તરત જ ફરવા ઉપડી જાય છે.  જો કે આ તમામ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. વીકેન્ડમાં દરિયે ફરવા ગયેલા 3 લોકો મોતને ભેટ્યા. સુરતનાપનામા ખાતે દરિયામાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.  આ ત્રણ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.. દરિયામાં ડૂબવાથી ત્રણેય લોકો મોતને ભેટ્યા જેઓ આહીર પરિવારના હોવાનું સામે આવ્યુ છે. 
 
સુરતના ડાભા ગામના 3 લોકો પનામા ખાતે દરિયાકાંઠે  ફરવા આવ્યા હતા. 2 સગા ભાઇ અને પુત્ર દરિયે ફરવા આવ્યા હતા.  દરિયાના પાણીમાં મસ્તી કરતા આ ત્રણેય લોકોને ખબર જ ન રહી અને એકાએક  દરિયાનું મોજુ તેઓને પાણીમાં તાણી ગયુ. મહત્વનુ છે કે આહીર પરિવાર છેલ્લા 10 વર્ષથી પનામા ખાતે સ્થાયી થયો હતો.  વીકેન્ડ હોવાથી તેઓ પુત્રને લઇને દરિયાકાંઠે ફરવા નીકળ્યા હતા.
 
મૃતકોના નામ 
 
દિપક સૂકા ભાઈ આહીર 
સ્મિત દિપક ભાઈ આહીર 
જીતેન્દ્ર ધનસુખ ભાઈ આહીર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

સવારે ખાલી પેટ કાળા ચણા પલાળીને ખાવાથી શુ થાય છે ? જાણો ફાયદા અને સેવન કરવાની સાચી રીત

Akbar and Birbal Story - બીરબલની ખીચડી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

'ધુરંધર 2' એ 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 'બાહુબલી 2' ના નિર્માતાએ આપ્યું કલેક્શન અપડેટ, ટીમને આપ્યા અભિનંદન

રણબીર કપૂરની "રામાયણ" વિશે એક મોટી અપડેટ, 4000 કરોડની ફિલ્મની પહેલી ઝલક હનુમાન જયંતિ પર રજૂ કરવામાં આવશે.

આગળનો લેખ
Show comments