મકરસંક્રાંતિ નજીક આવતા જ ગુજરાતમાં પતંગબાજી શરૂ થઈ ગઈ છે. આ સાથે પતંગોના ખતરનાક માંજાના કારણે અકસ્માતો પણ સામે આવવા લાગ્યા છે. સુરતમાં પતંગની દોરીથી બાઇક સવાર યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી. તેની ગરદન અને આંગળી પર ઘા છે. તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને ઈએનટી વિભાગમાં રિફર કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ, ઈચ્છાપુરમાં રહેતો 27 વર્ષીય મોહમ્મદ અલી સુલેમાન શેખ બાઇક પર અડાજણ ગુજરાત સર્કલ નજીકથી પસાર થઈ રહ્યો હતો. સાંજે 6:30 કલાકે તેને પતંગની દોરીથી અથડાતા તેના ગળામાં ગંભીર ઘા થયો હતો. તે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો.
ડૉક્ટરને કહ્યું કે તેમનો જીવ માંડ માંડ બચ્યો છે. ત્યારે આ પહેલા પણ ભટારમાં એક યુવાનને દોરીથી અથડાતા ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેને 12 ટાંકા આવ્યા હતા. આ વર્ષે પતંગની દોરીથી કોઈ ઘાયલ થવાની આ બીજી ઘટના છે.