Dharma Sangrah
✕

Vastu Tips- મની પ્લાંટના છોડને ક્યારેય પણ કરમાવવા ન દેશો

Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (15:33 IST)
મોટાભાગના ઘર અને ઓફિસમાં મની પ્લાંટનો છોડ જરૂર જોવા મળે છે.  આ છોડ વિશે એવી માન્યતા છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ્ત હાય છે અને પૈસો આવે છે. પણ માહિતીના અભાવને કારણે  ઘણા લોકો મની પ્લાંટનો છોડ લગાવતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે.  વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડને લગાવવાની દિશા બતાવી છે. જો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિને ફાયદો થાય છે. બીજી બાજુ જો છોડ ખોટી દિશામાં લગાવાય તો છોડ વ્યક્તિની પરેશાની વધારી દે છે.  વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાંટની છોડની દિશા વિશે બતાવ્યુ છે જેનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. 
- મની પ્લાંટને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ન મુકો.  મની પ્લાંટના છોડ માટે આ દિશા સૌથી નકારાત્મક દિશા માનવામાં આવે છે. આ દિશામાં તેને મુકવાથી આર્થિક નુકશાનની શક્યતા વધી જાય છે. 
 
- મની પ્લાંટના છોડને ક્યારેય પણ કરમાવવા ન દેશો.   તેને રોજ પાણી પીવડાવો. કારણ કે છોડનુ સુકાય જવુ ઘર માટે સારુ રહેતુ નથી. 

- મની પ્લાંટની બેલને ક્યારેય પણ જમીન પર ન ફેલાવવા દો.  તેને દિવાલની મદદથી ઉપરની તરફ વધવા દેવી જોઈએ. તેનાથી ધન સંપદામાં વૃદ્ધિ થાય છે. આ દિશામાં મની પ્લાંટ મુકવાથી થાય છે ફાયદો 
 
- વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને અગ્નિ દિશા એટલે કે દક્ષિણ પૂર્વમાં જ મુકવુ સૌથી સારી દિશા હોય છે. આ દિશા જળ તત્વની દિશા માનવામાં આવે છે. અને આ દિશાનો પ્રતિનિધિ છે શુક્ર ગ્રહ.  અહી મુકેલો મની પ્લાંટ સુખ સમૃદ્ધિ વધારે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

આજે ચાંદીના ભાવ ફરી વધ્યા, ₹3799 પર પહોંચ્યા, સોનાના ભાવ ₹1000 થી વધુ વધ્યા - નવીનતમ ભાવ તપાસો

શેરબજારમાં દિવાળી બાદ ધમાકેદાર તેજી! સેન્સેક્સ 1,142 અને નિફ્ટી 293 પોઈન્ટ ઉછળ્યા, આ શેરોમાં જોરદાર ઉછાળો

Assam Train Accident - કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, અનેક મુસાફરો ઘાયલ

શિયાળાની ઋતુ માટે કેદારનાથ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી

હવે શ્રેયસ ઐયર કરશે ટીમનું નેતૃત્વ. શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ચોથી અને પાંચમી વનડેમાં રમશે કે નહિ ?

આગળનો લેખ
Show comments