Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vastu Tips: ઘરની નજીકમાં છે આ દેવી-દેવતાઓના મંદિર? વાસ્તુ દોષના નિવારણ માટે અપનાવો આ ઉપાય

Vastu Tips: ઘરની નજીકમાં છે આ દેવી-દેવતાઓના મંદિર? વાસ્તુ દોષના નિવારણ માટે અપનાવો આ ઉપાય
, બુધવાર, 18 ઑગસ્ટ 2021 (07:48 IST)
શું તમારા ઘરની આસપાસ પણ મંદિર છે. જો હા તો આ સમાચાર ધ્યાનથી વાંચવા જોઇએ. જોકે કેટલાક લોકોનું માનવું છે કે મંદિરની પાસે ઘર ન બનાવવું જોઇએ. તેની પાછળનું કારણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ કારણ વાસ્તુ દોષ છે. એટલા માટે આજે પણ તમારા માટે કેટલી ટિપ્સ લઇને આવ્યા છીએ. જેને ફોલો કરી તમે કોઇપણ પ્રકારના વાસ્તુ દોષથી બચી શકો છો. આવો જાણીએ તેના વિશે..
 
દેવીનું મંદિર
જો તમારા ઘરની પાસે દેવી માતાનું મંદિર છે તો તમારા ઘરના મેન ગેટ પર તે દેવીના અસ્ત્રના પ્રતીકની સ્થાપના કરો. સાથે જ દેવી માતાનું ચિત્ર દરવાજા પર લગાવો. તમે દેવી મા ના વાહનનું પણ ચિત્ર લગાવી શકો છો. 
 
લક્ષ્મી મંદિર
ઘરની પાસે જો ભગવતી લક્ષ્મી મંદિર છે તો દરવાજા પર કમળનું ચિત્ર બનાવડાવો. તમે બીજા ઉપાય પણ કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુનું ચિત્ર પણ લગાવો અને દરરોજ કમળની માળા પહેરાવો. 
 
શિવ મંદિર 
જો તમારા ઘરની નજીક શિવ મંદિર છે તો તે દિશા તરફ ગણપતિ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. જો શિવ મંદિર તમારા ઘરની બિલકુલ સામે છે તો ઘરના મુખ્ય દરવાજા પર તાબાનો સાપ લગાવો.   
 
ભૈરવનાથ મંદિર
જો ઘરની સામે ભૈરવનાથ મંદિર છે તો રોજ પોતાના મેન ગેટ પર કાગડાને રોટી ખવડાવો. 
 
રામ મંદિર
જો ભગવાન શ્રીરામના મંદિર પાસે તમારું ઘર છે તો તમારો વાસ્તુ દોષથી મુક્તિ માટે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તીરવિહિન ધનુષનું દિવ્ય ચિત્ર બનાવવું જોઇએ.  
 
અન્ય અવતારનું મંદિર
જો તમારુ ઘર કોઇ અન્ય અવતારના મંદિરની પાસે છે તો તમારા મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઇએ. પંચમુખી હનુમાન જી દરેક પ્રકારના વાસ્તુદોષથી મુક્તિ આપે છે અને સુરક્ષા પુરી પાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

17 ઑગષ્ટનું રાશિફળ- આજે આ 3 રાશિઓ પર છે હનુમાનજીની કૃપા