Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાયણમાં ઘરે બનાવો ગુજરાતી ઊંધિયું

Webdunia
સામગ્રી : આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ - 50 ગ્રામ, ધાણાજીરુ - બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો. 

બનાવવાની રીત : એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું ઉંઘ ઓછી લેવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધે છે, કેવી રીતે જાણશો કે તમે પૂરતી ઉંઘ લેતા નથી

Essay on Friendship Day- મિત્રતા દિવસ પર નિબંધ

ગૌરી વ્રત માટે છોકરીઓની ખાસ બ્યુટી ટિપ્સ, આ રીતે મેળવો નેચરલ ગ્લો

Jaya Parvati Vrat recipe- કેરીનો રસ અને મોળી પૂરી

કિશમિશનું તીખું શાક બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments