નવરાત્રની અષ્ટમી છે. જ્યોતિષ મુજબ ગુરૂવારે દેવ ગુરૂ બૃહસ્પતિની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગુરૂવાર અને અષ્ટમીના યોગમાં અહી જણાવેલ ઉપાય કરશો તો ખરાબ સમય દૂર થઈ શકે છે.
ગુરૂ ભાગ્ય અને ધર્મનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં ગુરૂની સ્થિતિની અસર વૈવાહિક જીવન પર પણ થાય છે. ગુરૂ જો શુભ સ્થિતિમાં હોય તો ભાગ્યનો સાથ મળે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહે છે. કુંડળીમાં ગુરૂ સાથે સંબંધિત કોઈ દોષ હોય તો આ મામલે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
- ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓનુ દાન કરો. પીળી વસ્તુઓ મતલબ સોનું, ચાંદી હળદર ચણાની દાળ વગેરે..
- દરેક ગુરૂવારે શિવજીને બેસનના લાડુનો નૈવૈદ્ય ચઢાવો. આ ઉપાયથી ગુરૂ ગ્રહનો દોષ દૂર થાય છે. ગુરૂવારે ગુરૂ ગ્રહ માટે વ્રત રાખો.
- ગુરૂ બૃહસ્પતિનો ફોટો કે મૂર્તિને પીળા કપડામાં વિરાજીત કરો અને પૂજા કરો. પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને પ્રસાદ માટે પીળા પકવાન કે ફળ ચઢાવો.
- ગુરૂવારે પીળા કપડા પહેરો. નમક વગરનુ જમો. ભોજનમાં પીળા રંગના પકવાન જેવા બેસનના લાડુ, કેરી કેળા વગેરેનો સમાવેશ કરો.
- ગુરૂ મંત્રનો જાપ કરો. મંત્ર - ૐ બૃં બૃહસ્પતે નમ: મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.
- ગુરૂવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે ઘી નો દીપક પ્રગટાવો.
- ગુરૂવાર સાંજે કેળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. ગરીબ બાળકોને કેળાનું દાન કરો.