Daily Horoscope
✕

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2026 (13:55 IST)
મીઠાઈમાં રસગુલ્લાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. દૂધમાંથી બનેલા આ નરમ, રસથી ભરપૂર અને સ્પોન્જી રસગુલ્લા ઘરે પણ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. ખાસ પ્રસંગ, તહેવાર કે મહેમાનો માટે આ એક પરફેક્ટ મીઠાઈ છે.
ALSO READ: નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

સામગ્રી

છેના (પનીર) બનાવવા માટે
1 લિટર ફુલ-ફેટ દૂધ
2 થી 3 ટેબલસ્પૂન લીંબુનો રસ અથવા વિનેગર
2 કપ ઠંડું પાણી
ALSO READ: આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

ચાસણી માટે

2 કપ ખાંડ
5 કપ પાણી
2 થી 3 એલચી (વૈકલ્પિક)
1 ચમચી ગુલાબ જળ અથવા કેવડા એસેન્સ (વૈકલ્પિક)
બનાવવાની રીત
1. છેના તૈયાર કરો
દૂધને ઉકાળો.
ગેસ ધીમો કરીને તેમાં લીંબુનો રસ અથવા વિનેગર થોડું-થોડું ઉમેરો.
દૂધ ફાટી જાય પછી ગેસ બંધ કરી દો.
છેનાને કાપડમાં ગાળી ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો જેથી ખાટાશ દૂર થઈ જાય.
30 મિનિટ સુધી લટકાવી વધારાનું પાણી કાઢી લો.
2. લોટ તૈયાર કરો
તૈયાર છેનાને 8-10 મિનિટ સુધી હથેળીથી સારી રીતે મસળો.
એકદમ સ્મૂથ અને સોફ્ટ થઈ જાય પછી નાના-નાના ગોળ બોલ બનાવો.
બોલમાં કોઈ તિરાડ ન હોવી જોઈએ.

3. ચાસણી બનાવો

એક મોટા વાસણમાં પાણી અને ખાંડ ઉમેરી ઉકાળો.
ખાંડ સંપૂર્ણ ઓગળી જાય પછી ચાસણી ઉકળતી રાખો.

4. રસગુલ્લા બનાવો

ઉકળતી ચાસણીમાં તૈયાર છેનાના બોલ ધીમેથી મૂકો.
વાસણ ઢાંકી મધ્યમથી તેજ તાપ પર 15-18 મિનિટ સુધી રાંધો.
વચ્ચે જરૂર પડે તો થોડું ગરમ પાણી ઉમેરો જેથી ચાસણીનું પ્રમાણ જળવાઈ રહે.
રસગુલ્લા બમણા કદના થઈ જાય એટલે ગેસ બંધ કરો.
સંપૂર્ણ ઠંડા થયા પછી 2-3 કલાક માટે ચાસણીમાં જ રહેવા દો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતના હાઈવે બન્યા રક્તરંજિત: 4 મોટા માર્ગ અકસ્માતમાં PSI, વૃદ્ધ દંપતી સહિત 11 ના મોત

અમિત શાહ પહોંચ્યા પંજાબ, ડ્રગ્સ સામેની લડાઈમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને મળ્યા

ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 143 વર્ષ જુનુ ટાઉન હૉલ ખાક, 2400 ની ધરપકડ

પ્રેયર દરમિયાન બની ખતરનાક દુર્ઘટના, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પાદરીના માથા પર પડ્યુ વજનદાર ક્રુસ, ઘટના સ્થળ પર જ મોત

Jio Platforms IPOમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, એન્કર બુકમાં 30 ગણાથી વધુ માંગનો દાવો

વધુ જુઓ..

ધર્મ

Dussehra Rangoli: દશેરા પર બનાવો આ 5 સુંદર રંગોળી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓક્ટોબર 2026

દશેરાના દિવસે કરો આ જ્યોતિષિય ઉપાય, સુખ-સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ અને કાર્યોમાં મળશે લાભ

Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ

Dussehra 2026 Shubh Muhurat: દશેરા પૂજાનુ શુભ મુહૂર્ત ક્યારથી ક્યા સુધી ? જાણો વિજયાદશમીની યોગ્ય પૂજા વિધિ

આગળનો લેખ
Show comments