Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

Kuler recipe

જરૂરી સામગ્રી:

બાજરીનો લોટ: ૧ બાઉલ (એક કપ)ગોળ: ૫ થી ૬ મોટી ચમચી (ઝીણો સુધારેલો)દેશી ઘી: ૮ થી ૯ મોટી ચમચી (ઓગળેલું
 

કુલેર બનાવવાની રીત

 
1. ઘી અને ગોળ ફેંટો:
સૌપ્રથમ એક પહોળા વાસણમાં ઓગાળેલું ઘી અને ઝીણો સમારેલો ગોળ લો. બંનેને ચમચી અથવા હાથની મદદથી 2થી 3 મિનિટ સુધી સારી રીતે ફેંટો.
 
2. સ્મૂધ પેસ્ટ તૈયાર કરો:
ઘી અને ગોળ એકરસ થઈ જાય અને મિશ્રણનો રંગ થોડો હળવો થાય ત્યાં સુધી તેને બરાબર મિક્સ કરો. મિશ્રણ સ્મૂધ અને પેસ્ટ જેવું હોવું જોઈએ.
 
3. બાજરીનો લોટ ઉમેરો:
હવે ઘી-ગોળના મિશ્રણમાં બાજરીનો લોટ થોડો-થોડો કરીને ઉમેરતા જાઓ અને સાથે હાથે સારી રીતે મિક્સ કરતા રહો.
ALSO READ: જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.
 
4. મિશ્રણ તૈયાર કરો:
બાજરીનો લોટ અને ઘી-ગોળનું મિશ્રણ સારી રીતે એકરસ થઈ જાય ત્યાં સુધી મસળો. જો મિશ્રણ લાડુ વાળવા યોગ્ય ન લાગે તો જરૂર મુજબ થોડું ઘી અથવા ગોળ ઉમેરી શકાય છે.
5. કુલેરનો આકાર આપો:
તૈયાર મિશ્રણને તમે ખુલ્લી કુલેરના રૂપમાં રાખી શકો છો અથવા તેના નાના-નાના લાડુ બનાવી શકો છો.
 
આ રીતે સરળતાથી તૈયાર કરો નાગદેવતાને ધરાવવાનો પરંપરાગત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ કુલેરનો પ્રસાદ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા