baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ૧૧ જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવણી, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું

unseasonal rain in 11 districts of Gujarat
, મંગળવાર, 6 મે 2025 (17:15 IST)
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ, અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત ગાંધીનગરના માણસામાં 0.94 ઇંચ, નડિયાદમાં 0.87 ઇંચ, વડોદરામાં 0.79 ઇંચ, દિયોદરમાં 0.75 ઇંચ, સોજિત્રામાં 0.75 ઇંચ, ભાવનગરમાં 0.67 ઇંચ, કપડવંજમાં 0.63 ઇંચ, વસોમાં 0.63 ઇંચ, ધોળકામાં 0.59 ઇંચ, મહેસાણામાં 0.39 ઇંચ, બાયડમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યના ૪૯ તાલુકાઓમાં એક ઇંચ કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે.
 
હવામાન વિભાગે આજે સાંજથી આગામી ત્રણ કલાક માટે આગાહી પણ આપી છે. આમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા અને નગરહવેલી, દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સામેલ છે.
 
6 મેથી 7 મે દરમિયાન પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે.
 
એવી રીતે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.
 
આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ સામેલ છે.
 
સાતથી 8 મે દરમિયાન પણ આ તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે તેવું હવામાન ખાતાના અહેવાલમાં જણાવાયું છે.
 
કરા સાથે પવન ફૂંકાવાની શક્યતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોપ તરીકે પોતાના એઆઇ ફોટો અંગે ટ્રમ્પે કહ્યું, 'મને ખબર નથી કે તસવીર કોણે બનાવી'