ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી હવામાનના વિવિધ રૂપ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે ફરી હવામાન બદલાઈ રહ્યું છે. . આ ઉપરાંત, વિભાગે 8 એપ્રિલ, 2025 સુધી હીટવેવની સ્થિતિ અંગે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ખાસ કરીને, હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આ સાથે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં પડશે ભીષણ ગરમી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તે જ સમયે, આવતીકાલથી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે ગરમી સામે સાવધાની રાખવાની સલાહો પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. એટલું જ નહીં, IMD એ પોરબંદરમાં ગરમીના મોજાને લઈને 4 અને 5 એપ્રિલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, રાજકોટ અને પોરબંદરમાં 6 થી 8 એપ્રિલ સુધી હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ જીલ્લાઓમા લૂ નુ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગરમીના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતીકાલે, ૩ એપ્રિલના રોજ, કચ્છ, જૂનાગઢ, રાજકોટમાં પીળો એલર્ટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૪ અને ૫ એપ્રિલે ગરમીના કારણે જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૬, ૭ અને ૮ એપ્રિલે ગરમીના મોજાને કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વરસાદની ભવિષ્યવાણી
હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, અમરેલી, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, ગીરપોસ 3 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.