Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ભારે ગરમી વચ્ચે માવઠાની આગાહી

Weather
, સોમવાર, 31 માર્ચ 2025 (09:33 IST)
રાજ્યમાં ભારે ગરમી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે   છેલ્લા બે દિવસથી ફૂંકાતા ઉત્તરના ઠંડા પવનના કારણે શનિવારે ઠંડીમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. 18 શહેરોમાં તાપમાન 16.2 થી 20.8 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે 31 માર્ચથી 3 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
 
એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવે આવશે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 2 એપ્રિલના રોજ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Upay: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાયો, મા ભગવતી દૂર કરશે દરેક મુશ્કેલી