Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘વાયુ’ની અસરઃ દરિયામાં કરંટ વધ્યો, કોડીનારમાં 5 મકાનો ધ્વસ્ત

Webdunia
ગુરુવાર, 13 જૂન 2019 (12:41 IST)
રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે. પણ ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધ્યો છે, જેને પગલે મોજા વધુ ઊંચે ઉછળી રહ્યાં છે. વેરાવળ સહિત સમગ્ર જિલલામાં સમુદ્રમાં કરંટ વધ્યો છે. તો ગઈકાલથી ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં આવનાર વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે નવસારીના ઉભરાટ દરિયા કિનારે પ્રવાસીઓને દરિયાકિનારે આવવા દેવામાં આવતા નથી. તો દરિયામાં મોજા પણ ઉંચે સુધી ઉછળી રહ્યા છે. સાથે જ સ્ટોલ પણ બંધ કરાવી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે. જાફરાબાદ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 5 મીટર ઊંચે મોજા ઉછળી રહ્યાં છે. ભાવનગર ના સિંહોર, પાલીતાણા આજુબાજુના વિસ્તારો વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો હજી પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. બોટાદના ગઢડા અને અજીબાજુના વિસ્તારો તથા તળાજામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ દરિયામાં વધુ કરંટને કારણે ઊંચે મોજા ઉછળી રહ્યાં છે.અરવલ્લીમાં આવેલ વંટોળનો માહોલ જામ્યો છે. અરવલ્લીના બાયડના તેનપુરમાં તબેલાઓને નુકશાન થયું છે. તો શણગાલ ગામ પાસે અનેક વૃક્ષો પડી ગયા છે. તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન તૂટેલા વૃક્ષોને દૂર કરાયા હતા. વંટોળના કારણે વીજપોલ પણ તૂટી ગયા છે. જેથી વીજળી પૂર્વવત કરવા કામગીરી વીજ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તો બીજી તરફ, દ્વારકામાં 100 વર્ષ જૂનુ વટવૃક્ષ તૂટ્યું પડ્યું છે. જેને કારણે રસ્તો બ્લોક થયો હતો, પણ બાદમાં તેને તાત્કાલિક હટાવી લેવાની કામગીરી કરાઈ હતી. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments