Biodata Maker

Gujarat Rain Live Updates : સુરતમાં ભારે વરસાદથી અંબિકા નદી છલકાઈ, 14 જીલ્લામાં યલો એલર્ટ

Webdunia
ગુરુવાર, 19 જૂન 2025 (13:30 IST)
rain updates
ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાની સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મોડી રાતે ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો હતો.  વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ હજી સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી. અખબાર નગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયેલા છે.   આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

<

VIDEO | Gujarat: Heavy rains cause waterlogging at some places in Ahmedabad.#WeatherUpdate #GujaratNews

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/n0CHqRlQdL

— Press Trust of India (@PTI_News) June 19, 2025 >

- આજે 18 જૂન 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 કલાકમાં અમદાવાદ, ખેડા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છનો સમાવેશ થાય છે. વરસાદને કારણે ભાવનગર, મોરબી, અમરેલીના ગામડાઓમાં વીજળીનો અભાવ હોવાથી સમસ્યા વધી ગઈ છે.

<

#WATCH गांधीनगर, गुजरात: शहर के कई इलाकों में भारी बारिश के कारण जलभराव हुआ।

वीडियो महात्मा मंदिर अंडरपास की है। pic.twitter.com/gYWmCNEMUq

— ANI_HindiNews (@AHindinews) June 19, 2025 >
 
- આજે ક્યા કયા  જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી જાણો 
હવામાન વિભાગે બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, વડોદરા. જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. IMD એ પણ 19 જૂને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલી પીળા છે. એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 21 જૂન માટે 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

12:45 PM, 19th Jun
heavy rain
ડાંગના ગીરાઘોધનુ રોદ્ર સ્વરૂપ 
ડાંગ જિલ્લા વરસી રહેલા અવિરત વરસાદને લઈ ડાંગના વધઇ ખાતે આવેલો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અંબિકા નદી પર આવેલો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના આપવામાં આવી રહી છે.
gira dhodh
 
- વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. આગામી 3 કલાક વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

<

As per the forecast, intense rainfall has been lashing parts of Valsad and Dang districts since early morning to continue rain

Continuous downpour reported from several towns and rural areas

Localized flooding possible in low-lying zones – caution advised#gujaratrains pic.twitter.com/9rVaI7Am7p

— Weatherman Uttam (@WesternIndiaWX) June 18, 2025 >
 
- . શહેરના સાબરમતી ડી-કેબીન અને અખબારનગર અંડરપાસ વરસાદી પાણી ભરાયું હોવાના કારણે છેલ્લા 10 કલાકથી બંધ છે. વહેલી સવારે પાણી ભરાયું હોવાના કારણે ડીકેબીન અન્ડર પાસ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ અધિકારીએ કે કર્મચારીએ ત્યાં યોગ્ય રીતે અંદર પાસ બંધ ન કર્યો
 
- નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના 19 રસ્તાઓ અવરોધાયા, તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

<

#WATCH | Heavy rain lashes parts of Gujarat's Navsari. pic.twitter.com/MfKJDWGMh2

— ANI (@ANI) June 19, 2025 >
 
- ગાંધીનગર વાવોલ રેલવે ફાટક પરના નવા બનતા અંડરપાસમાં પાણી ભરાયાં
- ખેડા જિલ્લામાં મેઘરાજાની ધીમી ગતીએ એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મંગળવારે પુરો દિવસ ઝરમર વરસાદ બાદ ગતરોજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે આજે ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજા ઝરમર વરસી રહ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે.
- ધરમપુરમાં 6.72 ઇંચ, વાંસદામાં 6.4 ઇંચ, ખેરગામમાં 4.84 ઇંચ, ડોલવણમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ વરસ્યો છે.

સંબંધિત સમાચાર

Thyroid છે તો આ 5 ફુડ્સ રોજ ખાવ, હોર્મોન બેલેન્સમાં રહેશે અને તમને મળશે અનેક ફાયદા

મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે

Ubadiyan Recipe- વલસાડની પ્રખ્યાત વાનગી ઉબાડિયું

International Mens Day 2025- પુરુષ દિવસ પર, તમારા જીવનસાથીને એક એવું સરપ્રાઇઝ આપો જે તેમનું દિલ જીતી લે.

Motivational Quotes gujarati - ગુજરાતી મોટિવેશનલ સુવાક્યો

ગુજરાતી ફિલ્મ 'લાલો..કૃષ્ણ સદા સહાયતે' એ રચ્યો ઈતિહાસ, 37 દિવસમાં બની સૌથી વધુ કમાવનારી ફિલ્મ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

ગુજરાતી જોક્સ - બીજા મિત્રએ કહ્યું,

આજના રમુજી જોક્સ: તું ખાંડ જેવી

આજના રમુજી જોક્સ: શું થયું...?

આગળનો લેખ
Show comments