Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોંગ્રેસમાં બળવો: 10 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામ, સેહઝાદ પઠાણનું નામ ચર્ચામાં

કોંગ્રેસમાં બળવો: 10 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામ,  સેહઝાદ પઠાણનું નામ ચર્ચામાં
, સોમવાર, 10 જાન્યુઆરી 2022 (21:52 IST)
હંમેશ માફક ફરી એકવાર કોંગ્રેસમાં નારાજગી પ્રવર્તી છે. જેને લઇને કોંગ્રેસના જ 10 કોર્પોરેટરોએ બળવો કર્યો છે.  એએમસીના વિપક્ષના નેતા મુદ્દે શહેઝાદખાન પઠાણનું નામ ફાઇનલ થતા અન્ય નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે. નારાજ જૂથના 10 થી વધુ કોર્પોરેટરો રાજીનામુ આપી દીધા છે. જેમાં 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો સામેલ છે.
 
10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. રાજશ્રી કેસરી, કમળા ચાવડા, જમના વેગડા, નિરવ બક્ષી સહિતના કોર્પોરેટર રાજીનામા આપ્યા છે. જોકે, કોર્પોરેટરે તેમના પદ પરથી રાજીનામું આપવા ઇનકાર કરી દીધો હતો. તેઓ કોર્પોરેટર પદેથી નહીં, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી. જે. ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે. 
 
કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરોએ વિપક્ષના નેતા બનાવવાની આપને રજૂઆત કરી હતી. જેમા અમારી સ્પષ્ટ રજૂઆત હતી કે, દાણીલીમડા વોર્ડના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ મહિલાઓનું અપમાન કરી અને અસભ્ય વર્તન કરે છે. જેથી તેને વિપક્ષના નેતા ન બનાવવામાં આવે અને તેના સિવાય અન્ય કોઈપણ કાઉન્સિલરને નેતા બનાવવા માટે સંમતિ દર્શાવી હતી.
 
એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે. સેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં સેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. 
 
આ કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા
ઝુલ્ફીખાન પઠાણ, તસ્લીમ તિર્મિઝી, ઇકબાલ શેખ, કામિનીબેન ઝા, માધુરી કલાપી, રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, હાજી મિર્જા, જમના વેગડા, નીરવ બક્ષી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Gujarat Update - આજે રાજ્યમાં નોંધાયા 6097 કેસ, જાણો ઓમિક્રોનના કેટલા નોંધાયા કેસ