Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 19.56 ટકા વરસાદ નોંધાયો

Webdunia
બુધવાર, 3 જુલાઈ 2024 (13:52 IST)
રાજ્યમાં વરસાદે ૨૬ જુનથી પધરામણી કરી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ઉતર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામા ૨૭૦ મિ.મી એટલે કે  ૧૦.૮ ઇંચ, મહેસાણામાં ૯૮ મિ.મી એટલે કે ૩.૯૨ ઇંચ અને બેચરાજીમાં ૯૬ મિ.મી એટલે કે ૩.૮૪ ઇંચ વરસાદ નોંધાયો છે.  ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૯.૫૬ ટકા વરસાદ નોંધાયો છે.         
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૩/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૮૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૦૭ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.ઉતર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ લખાણી તાલુકામાં ૨૭૦ મિ.મી એટલે કે ૧૦.૮ ઇંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા તાલુકામાં ૯૮ મિ.મી એટલે કે ૩.૯૨ ઇંચ વરસાદ વરસ્યો છે જયારે બેચરાજી તાલુકામાં ૯૬ મિ.મી એટલે કે ૩.૮૪ ઇંચ, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ૯૨ મિ.મી એટલે કે ૩.૬૮ ઇંચ, વાવ તાલુકામાં ૭૯ મિ.મી  એટલે કે ૩.૧૬ ઇંચ, સુઈગામ તાલુકામાં ૭૭ મિ.મી એટલે કે ૩.૦૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત મોડાસા તાલુકામાં ૭૨ મિ.મી, વઘઈ તાલુકામાં ૬૫ મિ.મી, વાંસદા તાલુકા ૬૨ મિ.મી, સિદ્ધપુર તાલુકામાં ૬૧ મિ.મી, બાલાસિનોર તાલુકામાં ૬૧ મિ.મી, થરાદ તાલુકામાં ૬૦ મિ.મી, ડોલવન તાલુકામાં ૫૬ મિ.મી, ફતેહપુરા તાલુકામાં ૫૨ મિ.મી, ઊંઝા તાલુકામાં ૪૯ મિ.મી મળીને કુલ ૯ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં ૪૭ મિ.મી, નવસારી તાલુકામાં ૪૬ મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ-આહવા તાલુકામાં ૪૫ મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં ૪૩ મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં ૪૨ મિ.મી, લુણાવાડા તાલુકામાં ૪૧ મિ.મી, દેત્રોજ- રામપુરા તાલુકામાં ૪૦ મિ.મી, સંજેલી તાલુકામાં ૪૦ મિ.મી અને તલોદ તાલુકામાં ૩૯ મિ.મી  મળીને કુલ ૧૫ તાલુકાઓમાં  દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ઝાલોદ, વાલોદ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ સીટી, કઠલાલ, મળીને કુલ ૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે સાણંદ, મેઘરાજ, દસાડા, વાપી, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મા, બારડોલી, વિજાપુર, માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા, અંકલેશ્વર, કપરાડા, દાંતા, ધાનેરા, પારડી, કામરેજ, ધનસુરા, દહેગામ, વિરમગામ, વડગામ, હારીજ, માણસા, રાધનપુર, અંજાર, વાલીયા, વસો, અને મહુધા મળીને કુલ ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments