Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરત બીટકોઈન કેસમાં પીઆઈ અનંત પટેલ બાદ એસપી જગદીશ પટેલની અટકાયત

સુરત બીટકોઈન કેસમાં પીઆઈ અનંત પટેલ બાદ એસપી જગદીશ પટેલની અટકાયત
, સોમવાર, 23 એપ્રિલ 2018 (12:33 IST)
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રુપિયાના બિટકોઈન પડાવી લેવાના ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં આખરે અમરેલી જિલ્લાના SP જગદીશ પટેલની અટકાયત કરાઈ છે. અમરેલી કંટ્રોલ રુમમાં થયેલી એન્ટ્રી પ્રમાણે એસપી જગદીશ પટેલને સીઆઈડી ગાંધીનગર લઈ ગઈ છે, અને બીએમ દેસાઈને અમરેલી જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા કરોડો રુપિયાના તોડના આ કેસમાં પોલીસે નાસતા-ફરતા અમરેલીના પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલની તાજેતરમાં જ ધરપકડ કરી હતી.

સીઆઈડી ક્રાઈમ આ કેસમાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી ચૂકી છે. આ તોડ પ્રકરણમાં અમરેલીના એસપીની પણ શંકાસ્પદ ભૂમિકા રહી હતી, અને તેમની ગમે ત્યારે ધરપકડ કરાય તેવી પૂરી શક્યતા હતી. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટની એક બનાવટી ફરિયાદ પર અમરેલી પોલીસે ધરપકડ કરી હતી, અને તેમને ગાંધીનગર નજીકના એક ફાર્મહાઉસમાં ગોંધી રાખી તેમની પાસેથી 12 કરોડ રુપિયાના બિટકોઈન પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે ભટ્ટે છેક પીએમઓ સુધી ફરિયાદ કરતા ગુજરાતની પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. મહત્વનું છે કે, બિટકોઈન ખંડણીના કેસની તપાસમાં CID ક્રાઇમ બ્રાંચ શુક્રવારે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના ભત્રીજા સંજય કોટડીયાની પૂરપરછ કરી ચૂકી છે.  CID ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું કે, ‘સમગ્ર બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ, તેના પાર્ટનર કિરિટ પાલડિયા અને ડ્રાઇવર મહિપાલસિંહને કિડનેપ કરીને અમદાવાદ નજીક આવેલ કેશવ ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના પર દબાણ કરવામાં આવ્યું કે રુ.12 કરોડની કિંમતના બિટકોઈણ અમરેલી પોલીસના ઇન્સપેક્ટર અનંત પટેલના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ‘શૈલેશ ભટ્ટને છોડવા પહેલા વધુ રુ.32 કરોડ આંગડિયા સર્વિસ દ્વારા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.’ હાલ તપાસ એજન્સીને આ સમગ્ર મામલે મોટામાથાની સંડોવણી હોવાનું લાગી રહ્યું છે. CIDના સૂત્રોએ કહ્યું કે, ‘તેઓ હાલ તપાસ કરી રહ્યા છે કે શૈલેષ ભટ્ટ પાસે આટલી મોટી કિંમતના બિટકોઈન કઈ રીતે અને ક્યાંથી આવ્યા અને શા માટે તેણે પોલીસ ઇન્સ્પેક્ટરને ટ્રાન્સફર કર્યા તેમજ વધુ 32 કરોડ રુપિયા કેસમાં શા માટે આપ્યા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નર્મદા સહિતના 204 ડેમોમાં માત્ર 32% જ પાણી..જાણો કયા ડેમમાં કેટલુ પાણી બચ્યુ..?