સુરત શહેરમાં એક ગંભીર દુર્ઘટના બની છે
આગની ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકો દાઝયા હતા
સવારે દૂધ બનાવતી વખતે ગેસ ચાલુ કરતા ઘટના બની
સુરતમાં ગઈકાલે એક ગંભીર આગનુ બનાવ બન્યો હતો તેમાં 5 લોકો દાઝી ગયા છે. સુરતના સચિનમાં ગેસ લીકેજ થતાં આગ લાગી, આગની ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકો દાઝયા, આગ લાગવાના કારણ ગેસ લીકેજ જણાવવામાં આવી રહ્યુ છે.
સચિન વિસ્તારમાં આવેલા સુડા આવાસના એક મકાનમાં મોડી રાત્રે ગેસ લીકેજ થઈ રહ્યા હતા ત્યારે માતા તેમના નાનુ બાળક નાનું બાળક રડતું હોવાથી દૂધ માટે જાગી હતી. લગભગ અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ તેમણે લાઇટરથી ગેસ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ગેસ લિકેજ હોવાથી સમગ્ર રૂમમાં આગ લાગી ગઇ હતી. જેથી ઘરમાં રહેલા પતિ-પત્ની અને ત્રણ બાળકો દાઝી ગયા હતા. તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હાલ સારવાર ચાલુ છે.
આગની ઘટનામાં પતિ-પત્ની સહિત બાળકો ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દાઝેલા ત્રણ બાળકોની હાલત સ્થિર છે, પરંતુ પતિ-પત્ની ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા છે.