Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં ટ્રાફિક નિયમન કરતાં પોલીસ કોન્સ્ટેબલને કારચાલકે બોનેટ પર ઢસડ્યો

surat news
, સોમવાર, 6 નવેમ્બર 2023 (15:21 IST)
surat news
સુરતમાં વાહન ચેકિંગ સહિત ટ્રાફિક નિયમન કરતાં પોલીસ જવાનો પર છાશવારે હુમલા થતાં રહેતા હોય છે, ત્યારે કતારગામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહેલા લોકરક્ષક દળના જવાનને કારના બોનેટ પર 300 મીટર સુધી ઢસડી જવામાં આવ્યો હતો.

યુવક બોનેટ પર પોલીસ જવાનને ઢસડી જતા અન્ય પોલીસ કર્મીઓએ કારની પાછળ દોડ્યા હોવાના CCTV સામે આવ્યા છે. કારચાલકે પોલીસને બોનેટ પર લઈ આગળ દીવાલ પર પાડી દીધા હતા. જેથી પોલીસ કર્મીને પગ પર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 19 વર્ષિય કારચાલકની અટકાયત કરતા પુછપરછ સામે આવ્યું કે, આરોપી નાનપણથી વ્યાજ રૂપિયા ફેરવાનું કરે છે. હાલ પોલીસે હત્યા કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીના તહેવાર અનુસંધાને કતારગામ પોલીસની એક ટીમ અલકાપુરી બ્રિજ નીચે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન 25 વર્ષિય લોકરક્ષક ગૌતમ બાબુભાઇ જોષીએ ત્યાં એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની કાળા કાચ વાળી કાર આવતા રોકીને તપાસ કરતા હતા. આ દરમિયાન કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે હંકારતા લોકરક્ષક કારના બોનેટ પર પછડાયા હતા, પરંતુ ચાલકે કાર રોકવાને બદલે લોકરક્ષકને 300 મીટર દૂર અલકાપુરી બ્રિજથી સુમુલ ડેરીની દીવાલ સુધી બોનેટ પર ઢસડીને લઈ ગયો હતો અને ત્યાં પાડી દીધા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર