Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hitman Rohit Sharma - રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેન બન્યા

Hitman Rohit Sharm
, બુધવાર, 15 નવેમ્બર 2023 (14:40 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બુધવારે ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ઇતિહાસ રચ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે 3 સિક્સ ફટકારીને રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર (50) મારનાર બેટ્સમેન બન્યો હતો. રોહિતે 27મી વનડેની 27મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે રોહિતે ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
 
વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા
વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનારા અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો ક્રિસ ગેલે 35 મેચની 34 ઇનિંગ્સમાં 49 સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે 25 મેચમાં 43 સિક્સર, એબી ડી વિલિયર્સે 23 મેચમાં 37 સિક્સર અને ડેવિડ વોર્નરે 27 મેચમાં 37 સિક્સર ફટકારી હતી. રિકી પોન્ટિંગે 46 મેચમાં 31 સિક્સર, ડેવિડ મિલરે 23 મેચમાં 30 સિક્સર અને બ્રેન્ડન મેક્કુલમે 34 મેચમાં 29 સિક્સર ફટકારી હતી


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટનલમાં દરેક શ્વાસ માટે 40 જીવો લડી રહ્યા છે, પરિવારના સભ્યો સાથે વાત કરી, સ્ટીલની પાઇપ નાખવાનું કામ શરૂ