Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યુવાનોમાં લોકપ્રીય ગાયક દર્શન રાવલનાં કાર્યક્રમમાં સ્થિતી બેકાબુ, 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન

darhan raval
, સોમવાર, 6 માર્ચ 2023 (09:31 IST)
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલીવુડના યુવાનોમાં લોકપ્રીય ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતા સ્થિતી કાબુ બહાર પહોંચી હતી. ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહિ આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.

 
ઉલ્લેખનીય છે કે ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટ પ્રિન્ટની દર્શન રાવલના મ્યૂઝિકલ નાઇટ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો ન હતો. જેમાં ધક્કામૂક્કીને પગલે વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઇ ગયા હતા. કેટલાંકને ઇજા પહોંચતાં વિદ્યાર્થીનેતાએ ગેટ પર ચઢી જઇને ગેટ ખોલાવ્યો હતો. ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો હતો.  અડધા કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. બે થી ત્રણ વિદ્યાર્થીની બેભાન થઇ જવાની ઘટના પણ બની હતી.  ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવર ક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઇ ગયા હતા. જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીમાં જવું પડ્યુ હતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind vs Aus: ટેસ્ટ સીરીઝ વચ્ચે આવ્યા મોટા સમાચાર, Aus ટીમના આ ખેલાડીએ કરી સન્યાસની જાહેરાત