Trent Copeland Retirement: ઓસ્ટ્રેલિયા-ભારત ટેસ્ટ સીરીઝ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેસ્ટ સિરીઝની વચ્ચે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરતા ભારતનો 9 વિકેટે પરાજય થયો હતો, ત્યારબાદ પણ ભારત લીડ પર છે પરંતુ હવે ભારતની લીડ 2-1 થઈ ગઈ છે.
આ ખેલાડી નિવૃત્ત થયુ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ટ્રેન્ટ કોપલેન્ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જો કે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કહાની ઘણી રસપ્રદ છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 17 દિવસની છે. તેણે 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે. તેણે 2011માં ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકા સામે આ 3 ટેસ્ટ મેચ રમી હતી.
ટ્વીટ કરેલી માહિતી
ટ્રેન્ટ કોપલેન્ડે ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું-